કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર એક્શન મોડ પર, અમદાવાદની શાળાઓ માટે જાહેર કરવામાં આવી SOP

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિશ્વભરમાં ફરી એક વખત કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ફરી એક વખત વિવિધ દેશોમાં કોરોને રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક દેશોએ નિયંત્રણો લગાવી દીધા છે. આ દરમિયાન રાજ્યમાં વિવિધ જગ્યાએ માસ્ક ફરાઇજિયાત કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદની તમામ શાળાઓમાં ફરજિયાત માસ્ક અને કોરોનાની SOPનું પાલન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. અમદાવાદ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેવી સૂચના આપવામાં આવી છે. આ સાથે જ બાળકો ટોળે ન વળે તેનું ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

કોઇ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સુચના
કોરોનાનું સંક્રમણ રાજુયમાં ન ફેલાય તે માટે તંત્રએ અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે.  શાળાની બેન્ચિસ પર 2 બાળકો જ બેસે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત તાવ શરદી ખાંસી કે અન્ય કોઇ પણ બિમારી હોય તો બાળકને ઘરે મોકલી સાજુ ન થાય ત્યાં સુધી ઘરે રાખવા સુચના આપવામાં આવી છે.  શાળાઓ દ્વારા કોઇ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સુચના આપવામાં આવી છે.

ADVERTISEMENT

32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરશે
અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને આપવામાં આવેલ તમામ સૂચના રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરશે. રાજ્યકક્ષાએથી અધિકારીઓએ પણ જિલ્લા સ્તરે સુચના આપી છે. તમામ જિલ્લાઓમાં નિયમોનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે ત્યારે રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સૂચના આપવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT