LIVE સ્પીચમાં પાટીલને ફરી એકવાર કોનો ફોન આવ્યો? નવા જૂનીનાં એંધાણની અટકળો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ઓલપાડ ખાતે એક મેગા મેડિકલ કેમ્પમાં C.R.પાટિલે હાજરી આપી હતી. આ દરમિયાન લોકોને સંબોધતા તેમણે AAP અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે આ દરમિયાન C.R.પાટિલને ફરી એકવાર ચાલુ ભાષણે ફોન આવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ પણ નરેન્દ્ર મોદીનો ફોન ચાલુ ભાષણમાં આવતા C.R.પાટિલે અધવચ્ચેથી સંબોધન પડતું મુક્યું હતું. જોકે ત્યારપછી રાજકારણમાં મોટાપાયે ફેરફારો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ફરી એકવાર આ ઘટના રિપિટ થતા નવા જૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. જોકે આ સમયે ફોન કોણે કર્યો હતો એની સત્તાવાર માહિતી મળી શકી નથી.

C.R.પાટીલને સભા દરમિયાન ફરી એકવાર ફોન આવ્યો
ઓલપાડમાં ભારત માતાની જયના સાથે સી.આર.પાટીલે સભાનું સંબોધન શરૂ કર્યું હતું. આ દરમિયાન સી.આર.પાટીલ જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમને એક ફોન કોલ આવ્યો હતો. નોંધનીય છે કે રિપોર્ટ્સ પ્રમાણે એક કાર્યકર્તા તેમના ચાલુ સંબોધને ફોન બતાવવા આવ્યો હતો. પરંતુ કોનો કોલ હતો એની સ્પષ્ટતા થઈ શકી નથી.

ADVERTISEMENT

અગાઉ પાટીલને ફોન આવ્યો અને મોટા ફેરફારો થયા
સી.આર પાટીલથી માંડીને અધિકારીઓ સુધીએ આ અંગે ફરિયાદ કરી હતી. જેના કારણે આખરે મોડી રાત્રે પાટીલ સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ અમિત શાહે અહેવાલ PM મોદીને મોકલ્યો અને બપોરે ચાલુ સભામાં સી.આર પાટીલને ફોન આવ્યો. પાટીલને વિભાગો છીનવી લેવા માટે કહેવામાં આવ્યું. વડાપ્રધાન મોદીનો સીધો જ ફોન આવવાના કારણે પાટીલે પોતાની સભાનું સંબોધન વચ્ચેથી અટકાવીને વાત કરી હતી.

ત્યારપછી તેઓના હાવભાવ જ ઘણુ કહી આપતા હતા. પાટીલ આ સભા પુર્ણ કર્યા બાદ કાર્યવાહી આરંભી અને ત્રિવેદી પાસેથી મહેસુલ અને કાયદા મંત્રાલય છીનવી લેવા માટેનો તખ્તો તૈયાર થઇ ગયો હતો. કાલે અધિકારીક જાહેરાત થાય તે પહેલા જ આ સમાચાર આજે જ લીક થઇ ગયા હતા. જો કે હાલ આ તમામ સમાચાર સુત્રોના હવાલાથી જ હવામાં તરી રહ્યા છે. આ અંગે હજી સુધી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા પણ તૈયાર નથી કે કોઇ નોટિફિકેશન પણ આવ્યું નથી. તેવામાં કાલે નોટિફિકેશન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT