આમ તો કેવી રીતે ભણશે ગુજરાત? દાંતાની શાળાનો ગેટ કાંટા લગાવી બંધ કરાયો, પ્રાથમિક સુવિધાના અભાવ સહિત મુશ્કેલીઓ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત/ દાંતા: અત્યારે સમગ્ર દેશમાં શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ શિક્ષણનું સ્તર ઘણું નબળું થઈ રહ્યું છે. અત્યારે શાળાઓ હજુ પણ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. તેનો ચિતાર આજે દાંતા તાલુકાના વગદાક્યારી ગામમાં જોવા મળ્યો છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળાથી ગ્રામજનો એટલા નારાજ થઈ ગયા કે શાળા આગળ કાંટા લગાવી ગેટ બંદ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ શાળામાં શિક્ષકો અંદરોઅંદર ઝઘડા કરવાની સાથે બાળકોને પ્રાથમિક સુવિધા પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચલો આ શાળાની સ્થિતિના ગ્રાઉન્ડ રિપોર્ટ પર વિગતવાર નજર કરીએ..

પ્રાથમિક સુવિધાઓનો અભાવ…
દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામા છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલતી લાલિયાવાડીથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તવામાં આજે સવારે શાળા આગળ કાંટા નાંખી રસ્તો બંદ કરી દેવાતા હોબાળો મચી ગયો હતો. નોંધનીય છે કે આ શાળામાં 160 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. પરંતુ અહીં પીવા માટે પાણીના પરબની પણ વ્યવસ્થા નથી. પરબ બંદ હાલતમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં ગ્રામજનોએ જણાવ્યુ હતું કે આ શાળામા કોઇ કાર્યક્ર્મ ભાગ્યે જ યોજાય છે. શાળાના શિક્ષકો અંદરોઅંદર ઝઘડા કરે છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી આચાર્યની બદલી પણ થઈ નથી.

શિક્ષણ ક્ષેત્રે મોટુ છિંડુ બહાર આવ્યું..
શાળામાં જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઇએ તેની ઉણપ જોવા મળી હતી. આ શાળામાં વાલીઓની જે કમિટી બનાવવી પડે છે તેની પણ હજુ રચના કરાઈ નથી. તેવામાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સહિતના વાલીઓના આરોપો મુદ્દે શાળાના સંચાલકો જવાબ આપી શક્યા નહોતા. જોકે આ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. શાળામાં 1 ડીસેમ્બરે જ્યારે ડેપ્યુટી ડીડીઓ વિઝીટ કરવા આવ્યા ત્યારે શાળાના આચાર્ય અને 4 ટીચરો જ ગેરહાજર હતા. ત્યારપછી આ અંગે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પણ લખાયો હતો.

ADVERTISEMENT

નોંધનીય છે કે અહીં ચાલી રહેલી ગંભીર બેદરકારીઓના કારણે જિલ્લા શિક્ષણ વિભાગે આ શાળાને નોટિસ ફટકારી હતી. જે આજે શાળાના આચાર્યને રૂબરૂ આપવામાં આવી છે. અહીં બાળકોને પીવાના પાણીની સમસ્યા પણ છે તેવા વિવિધ પ્રશ્નોને જોઈને ડિજિટલ ઈન્ડિયાએ સરકાર માટે મોટા પ્રશ્નો ઉભા કરી દીધા છે. આ દરમિયાન શાળાના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા પણ માગ કરાઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT