PM મોદી સહિત આ 5 લોકો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં રહેશે હાજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યાના દરેક ખૂણાને શણગારવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ભવ્ય કાર્યક્રમના આયોજન સમયે માત્ર 5 લોકો જ ગર્ભગૃહમાં હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જનસંઘના વડા મોહન ભાગવત અને મંદિરના મુખ્ય પૂજારી અભિષેક સમયે ગર્ભગૃહમાં હાજર રહેશે.

આજે ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી

મળતી માહિતી મુજબ, પ્રતિમાની પસંદગીને લઈને આજે ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં નૃપેન્દ્ર મિશ્રા, ચંપત રાય, વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી પરમાનંદ, વિમલેન્દ્ર મોહન મિશ્રા અને મહંત જિનેન્દ્ર દાસ હાજર રહ્યા હતા.

સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાના પ્રવાસે

ઉપરાંત આજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસે છે. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ પણ સીએમ યોગીની સાથે હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાફલો હનુમાનગઢી રામજન્મભૂમિ ગયો હતો. સીએમ યોગી રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી અયોધ્યા એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જાહેર સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ADVERTISEMENT

30 ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ

આ પહેલા પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા જઈ રહ્યા છે, જ્યાં તેઓ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને શ્રી રામ ઈન્ટનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. તેઓ એરપોર્ટની નજીક એક જાહેર સભાને પણ સંબોધશે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી અયોધ્યામાં એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી રોડ શૉ કરશે.

ભાજપ ચલાવશે અભિયાન

ભારતીય રેલવેએ રામ મંદિરના લોકાર્પણ બાદ પ્રથમ 100 દિવસ દરમિયાન અયોધ્યા આવતા નાગરિકોની સુવિધા માટે દેશના વિવિધ ભાગોમાંથી 1000થી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ભાજપે 1 જાન્યુઆરીથી રામ મંદિર ઉત્સવ માટે એક અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે, જેમાં પાર્ટીના કાર્યકર્તા દેશભરના તમામ ગામડાઓમાં ઘરે-ઘરે જશે અને 10 કરોડ પરિવારોને ‘એક દિયા રામ મંદિર કે નામ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.

ADVERTISEMENT

16 જાન્યુઆરીથી શરૂ થશે વૈદિક વિધિ

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય અનુષ્ઠાન ગણેશ્વર શાસ્ત્રી દ્વવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત દ્વારા કરવામાં આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોની ભારે ભીડની ઉમટે તેવી આશંકા છે. જેથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. અયોધ્યામાં CISF, UPSSF અને UP પોલીસની ત્રિસ્તરીય સુરક્ષા જોવા મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT