Shoaib Malik Match Fixing: સના જાવેદ સાથે ત્રીજા નિકાહ કરનાર પાકિસ્તાની ક્રિકેટર બરાબરનો ફસાયો, લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ
ક્રિકેટર શોએબ મલિક ખરાબ રીતે ફસાઈ શોએબ મલિકને ટીમે ટર્મિનેટ કરી દીધો મલિક પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો Shoaib Malik Match Fixing in BPL 2024:…
ADVERTISEMENT
- ક્રિકેટર શોએબ મલિક ખરાબ રીતે ફસાઈ
- શોએબ મલિકને ટીમે ટર્મિનેટ કરી દીધો
- મલિક પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો
Shoaib Malik Match Fixing in BPL 2024: સના જાવેદ સાથે ત્રીજા નિકાહ કરનાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) ખરાબ રીતે ફસાઈ ગયો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમી રહેલા શોએબ મલિકને તેની ટીમે ટર્મિનેટ કરી દીધો છે. મલિક પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે.
એક પછી એક ફેંક્યા ત્રણ નૉ બોલ
શોએબ મલિક તાજેતરમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં રમતા જોવા મળ્યો હતો. શોએબ બીપીએલમાં ફોર્ચ્યુન બરીશાલ (Fortune Barishal) તરફથી રમી રહ્યો હતો. તેણે 22 જાન્યુઆરીએ મીરપુરમાં ખુલના ટાઈગર્સ (Khulna Tigers) સામેની મેચમાં એક પછી એક ત્રણ નૉ બોલ ફેંક્યા હતા. આ પછી તે સોશિયલ મીડિયા પર ઘણા પાકિસ્તાનીઓ અને ક્રિકેટ ફેન્સના ટાર્ગેટ પર આવી ગયો હતો.
3 No Ball in a Row by @realshoaibmalik
RIP PAKISTAN CRICKET 💔#ShoaibMalikMarriage #ShoaibMalik #PakistanCricket #SanaJaved #ad pic.twitter.com/PbjefKGSpd— Muhammand Naseer (@IamNaseer08) January 22, 2024
ADVERTISEMENT
દોષિત સાબિત થશે તો અપાશે કડક સજા
હવે મલિકને લઈને મેચ ફિક્સિંગની તપાસ થશે, જો તે દોષિત સાબિત થશે તો તેને કડક સજા મળી શકે છે. આ પછી તેને બીપીએલમાંથી હંમેશ માટે પ્રતિબંધિત કરી શકાય છે. તો અન્ય T20 લીગમાં પણ તેના રમવા પર પૂર્ણ વિરામ આવી શકે છે.
તાજેતરમાં જ રમાઈ હતી મેચ
BPLમાં મલિક ફોર્ચ્યુન બારીશાલ ટીમ (Fortune Barishal) તરફથી રમે છે, જેના કેપ્ટન તમીમ ઈકબાલ છે. તાજેતરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ફોર્ચ્યુન બરીશાલે 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુશ્ફિકુર રહીમે 68 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ખુલના ટાઈગર્સની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે કેપ્ટન તમીમે પાવરપ્લેમાં જ શોએબ મલિક પાસે બોલિંગ કરાવી હતી. આ દરમિયાન મલિકે ઘણા નો બોલ ફેંક્યા હતા.
ADVERTISEMENT
3 No balls by Shoaib Malik in an over.
M.Amir ulta pro max. #BPL2024 pic.twitter.com/jQrREALAVl— Pct Editz (@PctEditz56) January 22, 2024
ADVERTISEMENT
શોએબ મલિક: 1 ઓવરમાં 3 નૉ બોલ અને 18 રન આપ્યા
41 વર્ષના શોએબ મલિકે ઈનિંગની ચોથી ઓવર ફેંકી હતી, જેમાં તેણે 3 નૉ બોલ ફેંક્યા હતા. મલિકે ઓવરના છેલ્લા બોલ પર સતત બે નૉ બોલ ફેંક્યા હતા. સામેની ટીમે બીજી વખતના નૉ બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. જ્યારે અંતે ફ્રીહિટ પર સિક્સર લાગી. આ રીતે મલિકે 18 રન આપ્યા હતા. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ મેચ ફિક્સિંગને લઈને તપાસની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT