Sania Mirzaથી અલગ થવાની અફવાઓની વચ્ચે શોએબ મલિકે કર્યા બીજા લગ્ન, આ અભિનેત્રીને બનાવી લાઈફ પાર્ટનર

ADVERTISEMENT

gujarattak
social share
google news
Shoaib Malik Marries: પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે તેમના સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા હતા. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ (Sana Javed)ને પોતાની લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે.
Screenshot 2024-01-17 173729

સો.મીડિયા પોસ્ટ પર આપ્યો હતો સંકેત

બુધવારે જ સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. જે બાદ તેમના અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ હતી. સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકી હતી. જેમાં તેઓએ છૂટાછેડાને લઈને સંકેત આપ્યો હતો.

જુઓ સાનિયા મિર્ઝાની ઈન્સ્ટા સ્ટોરી

Screenshot 2024-01-17 173847

ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો કરી હતી ડિલીટ

આ અટકળો ત્યારે વધુ તેજ થઈ હતી, જ્યારે સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પરથી શોએબ મલિક સાથેની તેમની મોટાભાગની તસવીરો ડિલીટ કરી નાખી હતી. 8 જાન્યુઆરીના રોજ એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું હતું કે, “જ્યારે કોઈ વસ્તુ તમારા દિલની શાંતિને ખલેલ પહોંચાડે છે, તો તેને જવા દો.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT