શિંદે જુથે શિવસેનાનું નામ-ચિહ્ન મેળવ્યા પછી સુપ્રીમ કોર્ટમાં કરી કેવિએટ અરજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ, ધનુષ અને તીરનું ચિહ્ન મળતાં એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે. કેવિયેટ પિટિશનનો અર્થ એ છે કે કોર્ટે તેની બાજુ સાંભળ્યા વિના આ મામલે કોઈ નિર્ણય ન લેવો. જોકે દરેકને અપેક્ષા હતી કે ઉદ્ધવ ઠાકરે જૂથ પહેલા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે અને ચૂંટણી પંચની ફરિયાદ કરશે.

શું છે કોહલીનો LBW આઉટ વિવાદ? ગંભીર-નાથને કર્યો અમ્પાયરને ટેકો

‘સુપ્રીમમાં કેસ છે તો પછી ચૂંટણી પંચે ઉતાવળ કેમ કરી?’
જોકે ઉદ્ધવ ઠાકરે જુથ સુપ્રીમનો દરવાજો ખટખટાવે અને ચૂંટણી પંચની ફરિયાદ કરે તે પહેલા કરતા વધુ સાવધાની દાખવતા એકનાથ શંભા જી શિંદેએ કેવિયેટ દાખલ કરી છે અને કોર્ટને વિનંતી કરી છે કે જો કોઈ શિવસેનાના નામ અને પ્રતીકને લઈને કોર્ટમાં અરજી કરે તો કોર્ટે શિંદેને સાંભળ્યા વિના કોઈ નિર્ણય કે આદેશ ન આપવો જોઈએ. શુક્રવારે સાંજે ચૂંટણી પંચનો આદેશ આવ્યા બાદ જ ઉદ્ધવ ઠાકરે જૂથે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની જાહેરાત કરી હતી. તે કહેશે કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તો ચૂંટણી પંચે ઉતાવળ કેમ બતાવી? સોમવાર વધુ સંવેદનશીલ બનશે કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથે સંકેત આપ્યો છે કે તે આ મામલાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે. રવિવાર અથવા સોમવારે સવારે પિટિશન ફાઇલ કરવા માટે તૈયાર છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT