‘અમે ભારત સાથે 3 યુદ્ધ લડ્યા, પાકિસ્તાનને તેની શીખ મળી ચૂકી’, કંગાળ થતા PAKના PMના સુર બદલાયા
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં પોતાના સૌથી ખરાબ આર્થિક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફનું ભારતને…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં પોતાના સૌથી ખરાબ આર્થિક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફનું ભારતને લઈને એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આપણે (પાકિસ્તાને) ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છે અને પાકિસ્તાન પોતાનો પાઠ ભણી ચૂક્યું છે.
‘ભારત સાથે ત્રણ યુદ્ધથી ગરીબી આવી’
શહબાઝે અલ અરબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન પાડોશી દેશ છે અને બંને એકબીજા સાથે રહેવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, આ અમારાન પર નિર્ભર કરે છે કે અમે શાંતિથી રહીએ, વિકાસ કરીએ અથવા પછી એકબીજા સાથે ઝઘડીને પોતાનો સમય અને સંશાધનો બરબાદ કરીએ. ભારત સાથે અમારા ત્રણ યુદ્ધ થયા અને તેનાથી ગરીબી અને બેરોજગારી જ આવી છે. અમે અમારી શીખ મળી ગઈ છે. હવે અમે શાંતિથી જીવવા ઈચ્છીએ છીએ અને પોતાની સમસ્યાઓને ઉકેલવા માગીએ છીએ.
وزیراعظم شہباز شریف کا العربیہ ٹی وی کے ساتھ خصوصی انٹرویو۔۔۔ https://t.co/Cm5BOeQSJr
— PML(N) (@pmln_org) January 16, 2023
ADVERTISEMENT
PM મોદીને આપ્યો ખાસ મેસેજ
તેમણે કહ્યું કે, અમે ગરીબીને ખતમ કરવા માગીએ છીએ. દેશમાં ખુશીઓ લાવવા ઈચ્છીએ છીએ. અમારા લોકોને સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર આપવા ઈચ્છીએ છીએ. અમે અમારા સંશોધનોને બોમ્બ-દારૂગોળા પર બરબાદ કરવા નથી ઈચ્છતા. આ જ મેસેજ છે, જે હું પીએમ મોદીને આપવા માગું છું.
શહબાઝે કહ્યું કે, અમારી પાસે એન્જિનિયર્સ, ડોક્ટર્સ અને કુશળ મજૂરો છે. હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે અમે આ બધાનો ઉપયોગ દેશની સમૃદ્ધિ માટે કરવા ઈચ્છીએ છીએ, જેનાથી ક્ષેત્રમાં શાંતિ સ્થપાય અને બંને દેશો વિકાસ કરી શકે. ભારત અને પાકિસ્કતાનને એક સાથે લાવવામાં સંયુક્ત અરબ અમીરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT