રાજકીય શત્રુતા ભૂલી શંકરસિંહ વાઘેલા હીરાબાના અંતિમ દર્શને પહોંચ્યા, PMને ખભે હાથ મૂકી સાંત્વના પાઠવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: PM મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થઈ ગયું. જે બાદ ગાંધીનગરના સેક્ટર-30માં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકીય શત્રૂતા ભૂલીને દુઃખના આ સમયમાં મોદી પરિવારની પડખે આવ્યા હતા. તેમણે સ્મશાને પહોંચીને હીરાબાના અંતિમ દર્શન કર્યા અને PM મોદીને ખભે હાથ મૂકીને સાંત્વના આપી હતી.

PM સાથે મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, બા સૌને સાથે લઈને ચાલ્યા છે.સમાજની સેવા કરી છે, દેશની સેવા કરી છે. હંમેશા તેમના આ શબ્દો હતા. હીરાબા હીરાબા હતા. ગરીબ પરિવારને સંભાળીને દીકરાને દેશના પ્રધાનમંત્રી પદે પહોંચાડવા એ મોટી વાત છે. તેમના હિસાબથી કોઈ વિરોધ પક્ષ નહોતો, કોઈપણ પક્ષના હોય પુત્ર, પુત્ર હોય છે. સૌને એક જ રીતે ટ્રીટ કરતા હતા. 100 વર્ષના તંદુરસ્તમાં બા હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમના આત્માને મોક્ષ મળે તેવી જ પ્રાર્થના કરીશું. જ્યારે પણ મળતા ત્યારે ખાધું? દેશ સેવા કરો, સમાજ સેવા કરો, બધા સાથે રહો, આ જ તેમના શબ્દો રહેતા હતા.

વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબાનું નિધન થયું
નોંધનીય છે કે, હીરાબાને બે દિવસ પહેલા શ્વાસ લેવામાં સમસ્યા આવતા યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે ગઈકાલે બપોર સુધી હોસ્પિટલના બુલેટિન મુજબ હીરાબાનું સ્વાસ્થ્ય સુધારા પર હતું. જોકે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમનું નિધન થઈ ગયું હતું. જે બાદ તેમને રાયસણ ખાતે પંકજ મોદીના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT