SEEMA SACHIN ને ગુજરાતમાંથી નોકરીની ઓફર, બંન્નેને 1 લાખ રૂપિયા મળશે પગાર
અમદાવાદ : સચિન અને સીમાના પરિવાર દ્વારા આર્થિક સંકટનો હવાલો ટાંકીને કામની માંગ કરી હતી. બીજી તરફ આ બંન્નેને પહેલા ફિલ્મોમાં કામ કરવાનો ત્યાર બાદ…
ADVERTISEMENT
અમદાવાદ : સચિન અને સીમાના પરિવાર દ્વારા આર્થિક સંકટનો હવાલો ટાંકીને કામની માંગ કરી હતી. બીજી તરફ આ બંન્નેને પહેલા ફિલ્મોમાં કામ કરવાનો ત્યાર બાદ ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મળી ચુક્યો છે. હવે આ બંન્નેને નોકરીની ઓફર મળી છે. સચિનનાં ઘરે એક અજાણ્યો પત્ર આવ્યો હતો. જેને ખોલ્યા બાદ ખબર પડી કે આ લેટર કોઇ મોટા ઉદ્યોગપતિનો છે. જેના પર સીમા અને સચિનનું નામ લખેલું છે.
સીમા સચિનને 50-50 હાજરની નોકરીની ઓફર
સચિને પોલીસની સામે આ પત્ર ખોલ્યો. ત્રણેય પેજોના આ લેટરમાં સીમા અને સચિનને 50-50 હજાર રૂપિયાની નોકરીની ઓફર મળી છે. સાથે જ લખવામાં આવ્યું છે કે, કોઇ પણ સમયે તમે આવીને અમારી કંપની જોઇન કરી શકો છો. લેટરમાં લખ્યું હતું કે, નોકરી ઉપરાંત દરેક પ્રકારની શક્ય મદદ આપવામાં આવશે.
સીમા અને સચિનને ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ
સચિન અને સીમાના પરિવાર આર્થિક સંકટનો હવાલો ટાંકીને કામ કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ બંન્નેને કન્હૈયા લાલ દર્જીની હત્યા પર બની રહેલી ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમિતે શરૂઆતમાં સીમાના ભારત આવવાનો વિરોધ કર્યો પરંતુ હવે તેના પરિવારની આર્થિક સ્થિતિને જોતા ફિલ્મમાં કામ કરવા બદલ લાખો રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.
ADVERTISEMENT
સચિનનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે
સચિન અને સીમાના પરિવારજનો પર કામ નહી જઇ શકવાના અને ઘરેથી નિકળતા જ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અમિત જાનીએ કહ્યું કે, પાકિસ્તાનમાં અંજૂની મદદ માટે આગળ આવી રહ્યા છે. જો કે સચિન સીમાના પરિવારને આર્થિક સંકટ સહેવું પડી રહ્યું છે. જેના કારણે તેમણે પોતાની આગામી ફિલ્મ એ ટેલર મર્ડર મિસ્ટ્રીમાં અભિનયનો પ્રસ્તાવ સીમા-સચિનને આપ્યો છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. અમિત જાનીએ હાલમાં જ મુંબઇમાં ફાયર ફોક્સ ફિલ્મ પ્રોડક્શન હાઉસ બનાવ્યું છે.
ADVERTISEMENT