સીમા હૈદરની ATS કરશે ધરપકડ, R&AW ને જાસુસ હોવાની પ્રબળ આશંકાને પગલે કાર્યવાહી
નવી દિલ્હી : બિનકાયદેસર રીતે પાકિસ્તાનમાંથી વાયા નેપાળ ભારતમાં ઘુસી આવેલી સીમા હૈદર પર યુપી એટીએસએ કાયદાકીય રીતે સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. યુપી…
ADVERTISEMENT
નવી દિલ્હી : બિનકાયદેસર રીતે પાકિસ્તાનમાંથી વાયા નેપાળ ભારતમાં ઘુસી આવેલી સીમા હૈદર પર યુપી એટીએસએ કાયદાકીય રીતે સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. યુપી એટીએસ સીમા હૈદરની પુછપરછ માટે કસ્ટડીમાં લીધી છે. એટીએસ દ્વારા સીમાના આઇ કાર્ડ હાઇકમીશનને મોકલ્યા છે. આઇબીના ઇનપુટ પરથી માહિતી મળી છે કે, સીમા હૈદરના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર છે. બીજી તરફ સીમાનો ભાઇ પણ પાકિસ્તાનમાં સૈનિક છે. ત્યાર બાદ સીમા પર આઇએસઆઇના એજન્ટ હોવાની શંકા તરફ વધી ગયું છે.
ATS નોએડા યુનિટમાંસીમા હૈદરને કસ્ટડીમાં લઇને પુછપરછ કરી રહી છે. એટીએસ પણ પોતાના તરફથી સીમા હૈદર અંગે ઇનપુટ મેળવી રહી છે. એટીએસ સીમા અને સચિનના વ્હોટ્સએપ ચેટ અને અન્ય પુરાવાના આધારે તપાસ કરશે. સુત્રો અનુસાર સીમા હૈદરની ટુંક જ સમયમાં ધરપકડની જાહેરાત કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર હાલ સૌથી મોટો વિવાદિત મુદ્દો બની ચુકી છે. પાકિસ્તાનમાં પણ અનેક સંગઠનો સીમાને પરત મોકલવા માટે ધમકીઓ આપી રહ્યા છે. તો અહીંના પણ કેટલાગ જુથો દ્વારા સીમાને પાકિસ્તાન તગેડી મુકવા માટેના અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાનના એક હિંદુ મંદિર પર હુમલો પણ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
સીમા ઉપરાંત તેના પતિ સચિન અને સચિનના પિતાની પણ એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જો કે આ ત્રણેયની પુછપરછ કોઇ ગુપ્ત સ્થળે થઇ રહી છે. સુત્રો અનુસાર એટીએસ દ્વારા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી શકે છે. આ ઉપરાંત જે પણ માધ્યમથી બંન્ને સંપર્કમાં આવ્યા તે તમામ માધ્યમોમાં બંન્ને વચ્ચે થયેલી વાતચીતની પણ તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT