ગાડીમાં આગળ બેસો કે પાછળ…સીટ બેલ્ટ નહીં બાંધો તો મેમો આવશે, કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ટાટ સંસના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન પછી મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગાડીમાં સવાર દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત કરી દેવાયો છે. કોઈપણ વ્યક્તિ ફ્રન્ટ સીટ પર હોય કે પછી પાછળ તમામે સીટ બેલ્ટ બાંધવો જ પડશે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી દીધી છે. જોકે આની જાણકારી આગામી 3 દિવસમાં સંબંધિત આદેશ પણ જાહેર કરાશે.

હવે સીટ બેલ્ટ નહીં બાંધો તો મેમો આપશે
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જે ડ્રાઈવર સીટની પાછળ અથવા બાજુમાં બેઠું હોય એને મેમો પણ આપવામાં આવશે. આ દરમિયાન પાછળની બાજુમાં બેલ્ટ બાંધવા માટે ક્લિપની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એવી સિસ્ટમ આવશે જેનાથી પાછળ જે પણ યાત્રી બેઠો હશે એ સીટ બેલ્ટ નહીં બાંધે તો એલાર્મ વાગવાનું શરૂ થઈ જશે. આ મુદ્દે 3 દિવસની અંદર સંબંધિત આદેશ જાહેર કરાશે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના નિર્ણય પાછળનું કારણ…
ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર દુર્ઘટના દરમિયાન ટાટા સંસના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું હતું. આ દરમિયાન તેમની ગાડી ઓવરસ્પિડિંગના કારણે મુંબઈ પાસે ડિવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન માહિતી મળી હતી કે આ ગાડી ઓવરસ્પિડિંગ અને રોન્ગ સાઈડથી ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેવામાં પાછળ બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ પણ નહોતો પહેર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દુર્ઘટનાની ગંભરીતના સમજી મોદી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ તો ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો જ પડશે. પરંતુ આની સાથે કારમાં સવાર દરેક વ્યક્તિએ પણ બેલ્ટ પહેરવો ફરજિયાત થઈ ગયો છે. લોકો આ નિયમને ન ભૂલે એના માટે ગાડીમાં એલાર્મ સિસ્ટમને સક્રિય કરવાનું પણ સરકારે જણાવ્યું છે. તેવામાં હવે જો ગાડીમાં બેઠેલી કોઈપણ વ્યક્તિએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો એલાર્મ વાગતો રહેશે એવી સિસ્ટમ નાખવા પણ વિચારણા થઈ શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું કારણ બીજુ પણ છે…
ઓવરસ્પિડિંગના કારણે સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હશે એ પ્રાથમિક કારણ હોઈ શકે પરંતુ આના અન્ય પાસાઓ પણ હોઈ શકે છે. નોંધનીય છે કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મુંબઈ – અમદાવાદ હાઈવેને જેવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે એને જોતા માર્ગ અકસ્માતો થતા રહે છે. આ અંગે એટલે જ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT