ગુજરાત ચૂંટણીના પરિણામ પહેલા છેલ્લી ઘડીએ સટ્ટા બજાર ગરમ, હાર-જીતના શું ભાવ બોલાયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી યોજાવાની છે. જોકે મતગણતરી શરૂ થાય તે પહેલા છેલ્લી ઘડીએ પણ સટ્ટાબજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. દિલ્હીમાં ગઈકાલે MCDના પરિણામોમાં AAPની જીત થયા બાદ હવે તમામ પાર્ટીઓના ભાવમાં પણ ફેરફારો થયો છે. સટ્ટા બજારમાં પક્ષોની સાથે સાથે VIP ઉમેદવારોની હાર અને જીત પર પણ સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે સટ્ટા બજારનો આ કારોબાર 50 હજાર કરોડ રૂપિયા સુધી પણ જાય તેવું અનુમાન છે.

સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરિટ
મીડિયા રિપોર્ટ્સ મુજબ સટ્ટા બજારમાં આ વખતે ભાજપ જ હોટ ફેવરિટ છે અને બુકીઓએ પણ 135 જેટલી સીટ જીતે એવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે કોંગ્રેસને 29 જેટલી સીટ મળવાનું અને આમ આદમી પાર્ટીને 14 સીટ મળે તેવી સંભાવના છે. એવામાં હવે જોવાનું રહેશે કે કોણ બાજી મારે છે.

યુવા નેતાઓની હાર-જીત પર લાગ્યા દાવ
જ્યારે આંદોલનથી રાજકારણમાં પ્રવેશેલા યુવા નેતાઓની વાત કરીએ તો સટ્ટાબજારમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જીગ્નેશ મેવાણીની હાર જીત પર પણ દાવ લાગી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા, અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા બોલાઈ રહ્યો છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્ર અંગે સટ્ટાબજારમાં શું છે અનુમાન?
સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત થતી હોવાનું નિશ્ચિત કરાયું છે. જ્યારે સટ્ટોડિયાના મતે ધોરાજીમાં લલિત વસોયા, જામજોધપુરમાં ચિરાગ કાલરીયાની જીત થતી હોવાનું કહેવાઈ રહ્યું છે. અમરેલીની જિલ્લાની 5માંથી 2 ભાજપ અને 3 કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરિટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સુરતની 12માંથી 11 સીટ ભાજપના ફાળે જાય તેવું અનુમાન છે, તો સૌરાષ્ટ્રની 54માંથી 40-42 બેઠકો ભાજપને જાય તેવો સટ્ટોડિયાનો મત છે.

    follow whatsapp

    ADVERTISEMENT