Sachin Deepfake Video: સચિન તેંડુલકર થયો ડીપફેકનો શિકાર, વીડિયો જોઈ ફેન્સને કરી આ ખાસ અપીલ
Sachin Deepfake Video: અભિનેત્રી રશ્મિકાનો થોડા મહિનાઓ પહેલા એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ અનેક સેલબ તેનો ભોગ બન્યા છે તો હવે સચિન તેંડુલકર…
ADVERTISEMENT
Sachin Deepfake Video: અભિનેત્રી રશ્મિકાનો થોડા મહિનાઓ પહેલા એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ અનેક સેલબ તેનો ભોગ બન્યા છે તો હવે સચિન તેંડુલકર સાથે પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવેલ સચિનના અવાજમાં એક ગેમનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સચિન ગેમને પ્રમોટ કરતો દેખાઈ રહ્યો છે. આમાં તે કહે છે કે મારી દીકરી પણ આ ગેમ રમે છે…. એક્સ પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે સચિને તેને સંપૂર્ણપણે નકલી જાહેર કર્યો છે. આ પ્રકારના ડીપફેક વીડિયો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
સચિને જુઓ શું કહ્યું
સૌથી પહેલા આ વીડિયો ફેક હોવાની માહિતી આપતા તેમણે લખ્યું- આ વીડિયો ફેક છે અને તમને ફસાવવા માટે બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ તદ્દન ખોટી વાત છે. ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી અને લખ્યું – તમને બધાને વિનંતી છે કે જો તમે આવા વીડિયો કે એપ્સ અથવા જાહેરાતો જુઓ તો તરત જ તેની જાણ કરો. તેમણે સતર્ક રહેવાની પણ અપીલ કરી છે. સિવાય તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી સાવધાનની રાખવાની પણ વાત કરી હતી. વધારેમાં તેમણે કહ્યું કે, આ કૃત્ય કરનારા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવામાં આવશે. જેથી ખોટી માહિતી અને સમાચારને અટકાવી શકાય અને ડીપફેક્સના દુરુપયોગને સમાપ્ત કરી શકાય.
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
ADVERTISEMENT
સચિન તેંડુલકરના ડીપફેક વીડિયોમાં શું છે?
સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ ગેમિંગ એપ્લિકેશનના નામ પર ડીપફેક વિડિયોમાં બનાવમાં આવ્યો છે, જ્યાં એવું લાગે છે કે દિગ્ગજ ક્રિકેટર જાહેરાત કરી રહ્યો છે અને લોકોને પૈસા કમાવવામાં મદદ કરવાની તેની ક્ષમતાની હિમાયત પણ કરી રહ્યો છે. તેંડુલકર જેવા મોટા વ્યક્તિત્વના વિડિયોમાં સ્પષ્ટપણે ચેડાં કરવામાં આવ્યા હોય તેવું લાગે છે, જેમાં માત્ર તેના ચહેરાના લક્ષણો જ નહીં પરંતુ તેને ક્રિકેટર જેવો દેખાડવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT