ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ ચઢશે ઘોડીએ, મહેંદી સેરેમનીમાં હાથમાં લખાવ્યું પત્નીનું નામ, જુઓ તસવીરો
અમદાવાદ: IPL 2023 ની વિજેતા CSK તરફથી રમતા ભારતીય ખેલાડી ઋતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ક્રિકેટરની ભાવિ પત્ની ઉત્કર્ષા પણ…
ADVERTISEMENT
અમદાવાદ: IPL 2023 ની વિજેતા CSK તરફથી રમતા ભારતીય ખેલાડી ઋતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ક્રિકેટરની ભાવિ પત્ની ઉત્કર્ષા પણ ક્રિકેટર છે. બંનેની મહેંદી સેરેમનીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઋતુરાજ ગાયકવાડના હાથ પર પત્નીનું નામ લખેલું હતું. આ સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ લગ્નને કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. ઋતુરાજ ગાયકવાડની પત્નીનું નામ ઉત્કર્ષા છે, જે પોતે ક્રિકેટ ખેલાડી છે.
ADVERTISEMENT
નીચે તમે ઋતુરાજ ગાયકવાડના હાથનો ફોટો જોઈ રહ્યા છો. એક તરફ તેણે ઉત્કર્ષના નામનો પહેલો અક્ષર U અને તેના નામનો પહેલો અક્ષર R બનાવીને ઉત્કર્ષના નામ સાથે હાર્ટ શેપ બનાવ્યું છે. બંનેની મહેંદી સેરેમનીની તસવીરો જોઈને ફેન્સ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
ADVERTISEMENT
કોણ છે ઋતુરાજની થનારી પત્ની
ચારેબાજુ સમાચાર ફેલાઈ ગયા છે કે ઋતુરાજ ગાયકવાડ લગ્ન કરવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે જ દરેકના મનમાં સવાલ ઉઠતો હશે કે ગાયકવાડ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? 26 વર્ષીય આ ખેલાડીનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. પરંતુ, તે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું મુજબ ઉત્કર્ષાનું આખું નામ ઉત્કર્ષા અમર પવાર છે અને તેનો 13 ઓક્ટોબર 1998ના રોજ જન્મ થયો છે. તેની ઉત્કર્ષા પણ એક ક્રિકેટર છે અને મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
ADVERTISEMENT