કોઈ આપત્તિજનક સામગ્રી ન મળતા મોસ્કોથી ગોવા જઈ રહેલી રશિયન ફ્લાઇટ ટેક-ઓફ માટે તૈયાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: મોસ્કોથી ગોવા જઈ રહેલી  રશિયન ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા તેની ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. આ દરમિયાન એન.એસ.જી.ની 2 ટીમોએ ચેકિંગ શરૂ કર્યું છે. જોકે અહીંથી અત્યારસુધીની તપાસમાં કોઈ આપત્તિજનક વસ્તુ મળી શકી નથી. પ્રશાસન અને યાત્રિઓ માટે આ રાહતના સમાચાર છે.  રાજ્ય અને રાષ્ટ્રીય એજન્સીઓએ ફ્લાઈટ અને મુસાફરોની તપાસ કરી હતી અને કંઈપણ શંકાસ્પદ ન જણાતા તેને ક્લીયર કરી હતી.મોસ્કોથી ગોવા જઈ રહેલી  રશિયન ફ્લાઈટ ટેકઓફ માટે તૈયાર છે. આ ફ્લાઈટ જામનગરથી ગોવા જશે.

મોસ્કો ગોવાની ફ્લાઈટમાં બોમ્બના ઈમેલના કારણે આ ફ્લાઈટ જામનગર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી જ્યાં તમામ રાજ્ય અને રાષ્ટ્રીય એજન્સીઓએ ફ્લાઈટ અને મુસાફરોની તપાસ કરી હતી અને કંઈપણ શંકાસ્પદ ન જણાતા તેને ક્લીયર કરી હતી.આ ફ્લાઈટ જામનગરથી ગોવા જશે.

જાણો શું કહ્યું ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે
ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે આ ફ્લાઈટમાં 236 પેસેન્જર અને 8 ક્રૂ મેમ્બર હાજર હતા. અહીં પોલીસ સાથે અન્ય સર્ચ એજન્સી હાજર હતી. આની સાથે વિગતવાર આની ચર્ચા કરવામાં આવી હતી. સવાર સુધીમાં દરેકના માલસામાનની ચકાસણી કરવામાં આવી છે. આગળ કાર્યવાહી હાથ ધરી ફ્લાઈટ ઉડાન કરી શકે છે. ફાયર ટીમ, NSG, સ્ટેટ પોલીસ, એર ફોર્સ અન્ય ટીમોએ સાથે મળીને કામ કર્યું છે.

ADVERTISEMENT

કોઈ આપતિજનક વસ્તુ ના મળી
જામનગરમાં લેન્ડ કરવામાં આવેલી રશિયન ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત માત્ર અફવા સાબિત થઈ છે. વિમાનના ચેકિંગ બાદ તમામ મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. NSG, BDSની ટીમોએ 10 કલાક સુધી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિમાન કે મુસાફરોના સામાનમાંથી કંઈપણ વાંધાજનક કે શંકાસ્પદ માહિતી મળી ન હતી. તપાસ બાદ કંઈપણ ન મળતાં તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર એરપોર્ટ પર NSGની બે ટીમે આખી રાત તપાસ કરી હતી.

આ પણ વાંચો: જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ADVERTISEMENT

કેટલા વાગ્યે મેઈલ મળ્યો હતો..
તેમણે જણાવ્યું કે સાંજે 9 વાગ્યે મેસેજ હતો એ પ્રમાણે 9.45 આસપાસ કામગીરી હાથ ધરાઈ. રશિયન, ઈન્ટરનેશનલ પેસેન્જર છે. પેસેન્જર પાસેથી કોઈ આપત્તિજનક વસ્તુ મળી નથી. આગામી સિક્યોરિટી ક્લિયરન્સ થઈ જાય એટલે ફ્લાઈટને ઉડાન ભરવા દેવામાં આવશે.

ADVERTISEMENT

236 મુસાફરોના  છે ફ્લાઇટમાં 
જામનગર એરપોર્ટ પર કાળ રાત થી જ  ભારે ચકચાર ભર્યો માહોલ છે. એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જનારી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.  બોમ્બની અફવાને કારણે આ નિર્ણય તાત્કાલીક લેવો પડ્યો અને તાત્કાલીક ધોરણે લગભગ જામનગરનું જવાબદારી સાથેનું તમામ તંત્ર અહીં દોડી ગયું હતું. પોલીસ સ્ટાફ, એમ્બ્યૂલન્સ, અધિકારીઓ સહિતનો કાફલો જામનગર એરપોર્ટ પર પહોંચી ચૂક્યો હતો. આ ફ્લાઈટમાં વિમાનમાં 236 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT