રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ.. શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું, જાણો શું લગાવ્યો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડ-જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં અનેક નેતાઓની નારાજગી સામે આવવા લાગી છે. આ સમયે કોંગ્રેસના નેતાઓ વધુ નારાજ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વધુ એક કોંગ્રેસના નેતાએ રાજીનામું ધરી દીધું છે. રાધનપુરના શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે કપરા ચડાણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને સતત ફટકા પડી રહ્યા છે. ત્યારે આજે રાધનપુર કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. રાધનપુરના સનિષ્ઠ કાર્યકર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે. રાધનપુર શહેરના જુના આગેવાન એવા ડો.વિષ્ણુ ઝુલાએ રાજીનામું ધરી દીધું છે.

ધારાસભ્યનો કર્યો હતો વિરોધ
ડો.વિષ્ણુ ઝુલાએ અંગત કારણ આગળ ધરી પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખને વોટ્સએપથી રાજીનામુ આપી દીધું છે. ડૉ. વિષ્ણુ ઝુલાએ માંગી હતી રાધનપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી. આ ઉપરાંત સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આડકતરી રીતે ધારાસભ્ય રઘુ દેસાઈનો વિરોધ પણ કર્યો હતો. ચુંટણી પહેલા ડો.વિષ્ણુ ઝુલાનું રાજીનામુ ધારાસભ્ય રઘુ દેસાઈ માટે મુસીબત સમાન બન્યા છે.

ADVERTISEMENT

કોંગ્રેસની બોડી હોવા છતાંય કોઈ જ કામો થતાં નથી
રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.વિષ્ણુ ઝૂલાએ તેમના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું છે,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરને પોતાનું રાજીનામુ લખી મોકલ્યું,જો કે રાજીનામાંના પત્રમાં કયા કારણસર રાજીનામુ આપ્યું છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.ડૉ.વિષ્ણુ ઝૂલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષમાં એમને કોઈ જ અસંતોષ નથી,પરંતુ રાધનપુર શહેરમાં કોંગ્રેસની બોડી હોવા છતાંય કોઈ જ કામો થતાં નથી અને લોકો પીવાના પાણી,બિસ્માર રસ્તાઓ,ગટરના ઉભરાતા ગંદા પાણી સહિતની અનેક સમસ્યાઓથી ત્રાસી ગયા હોવા છતાંય કોંગ્રેસની બોડી દ્વારા કોઈ જ કામો થતાં નથી.આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સમય ફાળવી શકતા ના હોવાથી બીજા કોઈ એક્ટિવ કાર્યકરને શહેર પ્રમુખ બનાવવામાં આવે એટલા માટે રાજીનામુ આપ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT