તમામ ધર્મમાં 2 બાળકોનો નિયમ ફરજીયાત બનાવવો જોઈએ, જાણો સાંસદ વસાવાને કેમ કહેવુ પડ્યું આવુ?
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: હાલમાં સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે દેશના વિવિધ મુદ્દે વિગતવાર ચર્ચાઓ થઈ રહ્યી છે. આ દરમિયાન વસ્તી વધારાને લઈને સાંસદ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: હાલમાં સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે દેશના વિવિધ મુદ્દે વિગતવાર ચર્ચાઓ થઈ રહ્યી છે. આ દરમિયાન વસ્તી વધારાને લઈને સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકસભામાં પ્રશ્ન ઉપડવામાં આવ્યો છે. લોકસભામાં દેશની વિકટ સમસ્યા વસ્તીવધારાને કાબુમાં લાવવા સરકારને રજુઆત કરી છે. દેશમાં વસતી તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવો 2 બાળકો થી એક પણ વધુ નહીંનો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભારે એવી માંગ કરી છે.
કેન્દ્રનું બજેટ સત્ર મળી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં દેશની વિકટ સમસ્યા વસ્તીવધારાને કાબુમાં લાવવા સરકારને રજુઆત કરી છે. દેશમાં વસતી તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવો 2 બાળકો થી એક પણ વધુ નહીંનો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભારે એવી માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવા એ રજુઆત કરી કે દેશમાં વસ્તી વિસ્ફોટ ના કારણે રાષ્ટ્ર સામાજિક-આર્થિક અને પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલન તરફ વધી રહ્યો છે. વસ્તી વધારાના વિસ્ફોટને કારણે મોંઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યા વધી રહી છે.
તો.. ભારતમાં ભયાનક પરિસ્થિતિ ઉભી થશે
દેશની અંદર જોશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતીક ધાર્મિક સ્થળોના તાનાબાના બગડી રહયા છે. ગરીબી, બેરોજગારી પ્રદુષણ ,મિલાવટ અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહી છે. માત્ર જાગરૂકતાના સહારે આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે. જો આ અંગે ભારત સરકારે વહેલા પગલાં નહીં લીધા તો ભયાનક પરિસ્થિતિ ઉભી થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી, માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી
જનસંખ્યા નિયંત્રણ માટે વિશેષ પ્રયાસ જરૂરી
370 કલમની જેમ તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવા ઉગ્ર માંગ સાંસદ મનસુખ વસાવા એ કરી છે. દેશની અંદર કાનૂની પ્રાવધાન કરીને વિચાર કરી જનસંખ્યા નિયંત્રણ માટે વિશેષ પ્રયાસ કરવો પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT