રોહિત શર્મા ‘ગજની’ બની ગયો! ટોસ જીત્યા બાદ બેટિંગ લેવાની હતી કે બોલિંગ એ જ ભૂલી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs NZ ODI રાયપુર: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સામે એક રમૂજી ઘટના બની, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. રોહિત સાથે આ ફની ઘટના ત્યારે બની ત્યારે તે ન્યૂઝિલેન્ડ સામે બીજી વન-ડે મેચમાં ટોસ માટે મેદાનમાં પહોંચ્યો હતો. ટોસ રોહિતે જ જીત્યો, પરંતુ તે ભૂલી ગયો કે આ વખતે શું નિર્ણય લેવાનો હતો.

રાયપુરમાં ન્યૂઝિલેન્ડ સામે બીજી વન-ડે રમાઈ રહી છે
ખરેખરમાં ભારતીય ટીમ હાલમાં ઘર આંગણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વન-ડે સીરિઝ રમી રહી છે. સીરિઝની બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ન્યૂઝિલેન્ડના કેપ્ટન ટોમ લાથમ ટોસ માટે મેદાનમાં હાજર હતા.

ટોસ દરમિયાન રોહિત બેટિંગ કે બોલિંગ લેવાની હતી તે ભૂલ્યો
આ દરમિયાન પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ ક્રિકેટર જવગલ શ્રીનાથ પણ મેદાનમાં હાજર હતા. જ્યારે ટોસ માટે સિક્કો રોહિત શર્માએ ઉછાળ્યો. આ બાદ ટોસ પણ રોહિત જ જીત્યો. પરંતુ જ્યારે શ્રીનાથે રોહિતને પહેલા બોલિંગ લેવા માગે છે કે બેટિંગ તે વિશે પૂછ્યું તો રોહિત પોતાના માથા પર હાથ મૂકીને વિચારવા લાગે છે.

ADVERTISEMENT

ભૂલી જવા પાછળનું કારણ પણ જણાવ્યું
આ દરમિયાન ટોમ લાથમ અને રવિ શાસ્ત્રી હસવા લાગે છે. બાદમાં રોહિત પોતાનો નિર્ણય જણાવતા પણ બે-ત્રણ વખત અટકાય છે અને છેલ્લે બોલિંગ કરવાનો નિર્ણય લે છે. રવિ શાસ્ત્રીના પૂછવા પર રોહિતે જણાવ્યું કે, ડ્રેસિંગ રૂમમાં ઘણી બધી વાતો થાય છે. ઘણા પ્લાન બને છે. ઘણી વસ્તુઓ મગજમાં ચાલી રહી હતી. આ કારણે થોડું કન્ફ્યુઝન થઈ ગયુ કે પહેલા બેટિંગ કરવાની છે કે બોલિંગ. આ વીડિયો ખુદ બીસીસીઆઈએ ટ્વિટર પર શેર કર્યો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર રોહિત શર્માને લઈને ખૂબ મિમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. લોકોએ તરત જ બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ગજનીની તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT