VIDEO : World Cup ફાઇનલમાં હાર બાદ પહેલીવાર રોહિત શર્માનું દુઃખ છલકાયું, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rohit Sharma breaks silence on World Cup final : ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની હાર બાદ પહેલી વાર કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ ચાહકો સાથે શેર કર્યું. ટુર્નામેન્ટમાં સતત 10 મેચ જીત્યા હોવા છતાં, ટ્રેવિસ હેડની સદીના કારણે અમદાવાદમાં ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આટલા દિવસ બાદ ભારતીય કેપ્ટને હવે આ મામલામાં પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું કે હાર પછી મને ખબર ન હતી આ દર્દ કેવી રીતે હેન્ડલ કરવું

મારા માટે હારને સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ હતી

ઇન્સ્ટાગ્રામ પર વાતચીતમાં, રોહિતે કહ્યું કે ભારત ફાઈનલ સુધી રમ્યું અને પછી અચાનક ફાઇનલમાં હાર મળતા મને ખૂબ જ આધાત લાગ્યો. શરૂઆતમાં તે સમજી શક્યો ન હતો કે આ હારમાંથી કેવી રીતે આગળ વધવું. મને સમજાતું ન હતું કે હું શું કરું? આ હારમાંથી કેવી રીતે બહાર આવવું. આ વસ્તુ માંથી બહાર લાવવા મારા પરિવાર અને મિત્રોએ ખૂબ પ્રયાસ કર્યો કે હું પ્રેશરમાં ન આવું. આ હાર સ્વીકારવી મારા માટે સરળ ન હતી. હું પણ તેમાંથી બહાર આવવા માંગતો હતો પરંતુ તે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by Team Ro (@team45ro)

ADVERTISEMENT

ODI World Cup મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો

આ હાર પચાવવી સહેલી નહોતી. આ હાર બાદ આગળ વધુ ખરેખર અઘરું હતું કારણ કે હું હંમેશા ODI World Cup જોઈને મોટો થયો છું અને મારા માટે ODI World Cup જીતવો સૌથી મોટું ઈનામ હતું. જ્યારે તમે તમારું બેસ્ટ આપી રહ્યા છો છતાં તમને જે જોઈએ છે તે મળતું નથી અને તમારું સપનું અધરું રહી જાય ત્યારબાદ તમે પરેશાન થઇ જાઓ છો.

મારી ટીમ પર મને ગર્વ છે : રોહિત શર્મા

વધુમાં તેમણે કહ્યું કે, મને મારી ટીમ પર ગર્વ છે કારણ કે આ વખતે અમે જે રમત બતાવી તે અદ્ભુત છે. આ જોઇને મને ખૂબ જ આનંદ થયો છે. મને એ વાતથી પણ ખુશી મળી રહી છે કે ફેન્સ દ્વારા પણ અમારા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

મને ખરબા લાગી રહ્યું હતું…..

હું આ બધામાંથી બહાર આવવા મારા પરિવાર સાથે બ્રેક પર હતો. આ દરમિયાન હું જ્યાં પણ જતો લોકો ટીમના પ્રયાસો અને ટીમના વખાણ કરતાં જોવા મળી રહ્યા હતા. જેને જોઇને મને ખરબા લાગી રહ્યું હતું કારણ કે અમારી સાથે તેનું પણ વર્લ્ડ કપ જીતવા માટેનું સપનું જોડાયેલું હતું. હાર બાદ પણ અમને બધી જગ્યાએથી ઘણો સપોર્ટ મળ્યો. દોઢ મહિનામાં ફેન્સ દ્વારા અમારા પ્રયાસોને વખાણ માટે અને અમને સ્પોર્ટ કરવા હું તેમની તેમની પ્રશંસા કરું છું. લોકોની સાથે સાથે હું પણ આ દુઃખથી ઊભરી રહ્યો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT