Rishabh Pant ને સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે, DDCA એ લીધો નિર્ણય
નવી દિલ્હી: ભારતનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેની સારવાર દેહરાદૂનમાં ચાલી…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેની સારવાર દેહરાદૂનમાં ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે. મુંબઈ ખાતે હવે ઋષભ પંતની ઇજાની સારવાર કરવામાં આવશે.
આ મામલે DDCAના ડાયરેક્ટર શ્યામ શર્માએ કહ્યું- ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. 30 ડિસેમ્બરે કાર અકસ્માત બાદ પંતની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અગાઉ બીસીસીઆઈએ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર પણ ઈજાઓ પહોંચી છે. પંતની હાલત હાલ ખતરાની બહાર છે. પરંતુ હવે બીસીસીઆઈ અને ડીડીસીએએ તેની સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે BCCI આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને જલદી ફિટ જોવા માંગે છે.
BCCI અને DDCA પંતની ઈજા પર નજર રાખી રહ્યા હતા
પંતના એમઆરઆઈ સ્કેન રિપોર્ટમાં કોઈ સમસ્યા નહોતી. દુર્ઘટના બાદ, BCCIએ DDCAને પંતના સતત સંપર્કમાં રહેવા અને તેની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી. DDCAના વડા શ્યામ શર્મા પોતે પંતને મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
30 ડિસેમ્બરે નડ્યો કાર અકસ્માત
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત કાર અકસ્માતનો ભોગ બન્યો છે. તેમની કાર રૂરકી પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કારનો કાચ તોડીને પંત પોતે બહાર નીકળી ગયો અને જીવ બચાવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT