સુરતની રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌમાંસ ઝડપાયું, નોનવેજ આઈટમમાં મિક્સ કરીને ગ્રાહકોને અપાતું હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: શહેરમાં નોનવેજ ખાનારા લોકોએ સાવધાન રહેવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લાલગેટ પાસે આવેલી એક રેસ્ટોરન્ટમાંથી પોલીસે 60 કિલો ગૌમાંસનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને આશંકા છે કે આ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતી નોનવેજ આઈટમોમાં આ ગૌમાસને મિક્સ કરીને ગ્રાહકોને આપવામાં આવતી હતી. હાલમાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક સહિત વધુ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

રેસ્ટોરન્ટમાં પીરસાતું ગૌમાંસ
ઘટનાની વિગતો મુજબ, સુરતના લાલગેટ પાસે હોડીબંગ્લા ત્રણ રસ્તા નજીકની એક રેસ્ટોરન્ટમાં ગૌમાંસ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરવા પહોંચતા, રેસ્ટોરન્ટના ફ્રીઝમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી 60 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. જે બાદ તેના તપાસ માટે FSLમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. આ તપાસમાં ફ્રીઝમાંથી મળેલ માંસ ગૌમાંસ હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

ADVERTISEMENT

4 વર્ષથી ચાલતી હતી રેસ્ટોરન્ટ
સમગ્ર ઘટના સામે આવતા પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન સામે તથા ખાટકી અંસારની સામે ગુનો નોંધ્યો છે. આ રેસ્ટોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી. જેમાં ગ્રાહકોને ચીકન અને મટન પીરસવામાં આવતું હતું. એવામાં બની શકે ઘણા ગ્રાહકોને નોનવેજ આઈટમમાં ગૌમાંસ મિક્સ કરીને ખવડાવી દીધું હોય. હાલ તો આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT