EWS મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને રેશ્મા પટેલે આવકાર્યો કહ્યું, આંદોલનનાં પરિણામમાં સોનામાં સુગંધ ભળી 

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ, ભાર્ગવી જોશી:  સુપ્રિમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે 5 જજની બેન્ચમાંથી જજ દ્વારા બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપવામાં આવ્યું છે. આ મામલે એનસીપી નેતા રેશ્મા પટેલે કહ્યું કે, આંદોલનના પરિણામમાં સોનામાં સુગંધ ભળી

અનનમત આંદોલનથી સતત ચર્ચામાં રહેનાર એનસીપીના નેતા રેશમ પટેલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના EWS ચુકાદો આવકાર્ય છે. હકીકતમાં જે અમારો જે સંઘર્ષ હતો, આંદોલનનો જે સંઘર્ષ હતો. તેના પરીણામમાં આજે સોનામાં સુગંધ ભળી ગઈ તેવું કહી શકું છું. આપના સમાજજે આર્થિક રીતે પિસાતો બોવ જ મોટો જે વર્ગ છે. તે વર્ગના લાભાર્થીઓને લાભ મળે તેવા આશય સાથે અભિનંદન પાઠવ્યા

સરકારે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી..
કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. 5 જજની બેન્ચમાં 3 જજો જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્ય હતો. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS આરક્ષણ પર અસંમતિ જાહેર કરી છે.

ADVERTISEMENT

EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો
જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો છે. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે મોટો પ્રશ્ન એ છે કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. શું SC/ST/OBCને તેનાથી દૂર રાખવા એ મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. EWS આરક્ષણ સાચું છે. તે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. તે ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે અનામત એ છેલ્લી લાઇન નથી. દરેકને સમાન બનાવવાની આ શરૂઆત છે.

    follow whatsapp

    ADVERTISEMENT