RCBvsCSK IPL 2023: મેક્સવેલ-ડુપ્લેસિસની તોફાની બેટિંગ પાણીમાં ગઇ, રોમાંચક મેચમાં CSK નો વિજય

ADVERTISEMENT

Chennai win IPL 2023
Chennai win IPL 2023
social share
google news

બેંગ્લુરૂ : રોયલ ચેલેન્જર બેંગ્લોરને IPL 2023 ની રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ધ 8 રનથી હારનો સામનો કરવો પડ્યો. 17 એપ્રીલે સોમવારે બેંગ્લુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં CSK એ RCB ને જીત માટે 227 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જો કે તે ગ્લેન મેક્સવેલ અને ફાક ડુ પ્લેસિસની તોફાની ઇનિંગ છતા ટાર્ગેટ સુધી નહોતી પહોંચી શકી. ગ્લેન મેક્સવેલે 76 અને ડુ પ્લેસિસે 62 રનની રમત રમી હતી. આ જીતની સાથે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ચુકી છે. સીએસકેએ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને તે બે મેચમાં પરાજય થયો છે.

RCB પાંચમાંથી બે મેચ જીતીને સાતમા નંબર પર યથાવત્ત છે. પોઇન્ટ ટેબલમાં પહેલી નંબર પર રાજસ્થાન રોયલ્સ છે. જેણે પાંચમાંથી ચાર મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. મોટા ટાર્ગેટનો પીછો કરતા આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પહેલી જ ઓવરમાં વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 6 રન બનાવીને આકાશ સિંહના બોલ પર બોલ્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ ઝડપથી સીએસકેને બીજી ઓવરમાં બીજી સફળતા મળી હતી. મહિપાલ લોમરોર રન બનાવ્યા વગર જ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના બોલ પર કેચ આઉટ થઇ ગયા હતા.

15 રન પર બે વિકેટ ગુમાવ્યા ગ્લેન મેક્સવેલ અને ફાક ડુ પ્લેસિસે જબરજસ્ત બેટિંગ કરીને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સને ખુશીથી ઝુમી ઉઠવા પર મજબુર કરી દીધા હતા. મેક્સવેલ અને ડુ પ્લેસિસની વચ્ચે 61 બોલમાં 126 રનની ભાગીદારી થઇ હતી. મહીષ તીક્ષ્ણાએ મેક્સવેલની વિકેટની પાછળ એમ.એસ ધોનીના હાથે કેચઆઉટ કરીને પાર્ટનરશીપને તોડી હતી. મેક્સવેલે માત્ર 36 બોલમાં 76 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. 14 મી ઓવરમાં મોઇ અલીના અંતિમ બોલ પર ફાક ડુ પ્લેસિસ પણ આઉટ થયો હતો. ડુ પ્લેસિસે 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. ડુ પ્લેસિસના આઉટ થતા સમયે આરસીબીનો સ્કોર 14 ઓવરમાં ચાર વિકેટમાં 159 રન હતો.

ADVERTISEMENT

ત્યાર બાદ RCB એ મોમેન્ટ ગુમાવી દીધી
અહીંથી આરસીબીને 68 રનની જરૂર હતી અને 6 ઓવર્સનો ખેલ બાકી હતો, જો કે દિનેશ કાર્તિક અને શહબાઝ અહેમદના છેલ્લી ઘડીએ આઉટ થવા આરસીબીને ભારે પડ્યો. કાર્કિક 28 રન બનાવીને તુષાર દેશપાંડેના બોલ પરલપક્યા હતા. શાહબાઝ અહેમદ મથીશા પથિરાનાએ આઉટ કર્યો. મેચના અંતિમ ઓવરમાં આરસીબીને 19 રનની જરૂર હતી. જો કે પથિરાનાએ માત્ર 10 રનઆપ્યા અને સીએસકેએ મેચ જીતી લીધી. સીએસકે માટે તુષાર પાંડે સૌથી સફળ બોલર સાબિત થયો હતો.

Points Table

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT