માલધારી અંગે કરેલી ટિપ્પણી બાદ કથાકાર રમેશભાઈ વિવાદોમાં; માફી માગવી પડવી
મોરબી: ભાગવતના જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે માલધારીઓને ટકોર કરી હતી કે અત્યારે રસ્તાઓ ગૌશાળા બની ગયા છે.…
ADVERTISEMENT
મોરબી: ભાગવતના જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે માલધારીઓને ટકોર કરી હતી કે અત્યારે રસ્તાઓ ગૌશાળા બની ગયા છે. આ પ્રમાણેનું વલણ શોભનીય નથી, જેના પગલે હવે આજે ગુરુવારે તેમણે આ નિવેદન મુદ્દે માલધારી સમાજની માફી માગી લીધી છે. જેના પગલે માલધારી મહાપંચાયતના આગેવાન નાગજીભાઈ આકરી ટિપ્પણીઓ કરી હતી. જેથી વ્યાસપીઠ પરથી તેમણે માફી માગવાની ફરજ પડી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસ પીઠ પરથી માલધારીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે શેરીએ શેરીએ ગૌશાળા ખુલી ગઈ હોય એમ લાગી રહ્યું છે. ગાયોને આમ રઝળતી ન મૂકી દેવાય, ગૌસેવા નહીં કરો તો પાપ લાગશે. જેના પરિણામે માલધારી મહાપંચાયતના આગેવાન નાગજીભાઈએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ધાર્મિક સંતો પાસેથી આ પ્રમાણેનું નિવેદન સાંભળવું દુર્ભાગ્યપૂર્ણ છે.
રમેશભાઈ ઓઝાએ માફી માગી
જોકે આ વિવાદ વેગ પકડે એની પહેલા જ રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજની વ્યાસપીઠ પરથી માફી માગી લીધી હતી. તેમણે કહ્યું કે મારો ઉદ્દેશ્ય માલધારી સમાજને ટાર્ગેટ કરવાનો નહોતો. આમા મારી ભૂલ છે. હું માફી માગુ છું કે મારે આ સમયે પશુપાલકો એવો શબ્દ પ્રયોગ કરવો જોઈતો હતો. નોંધનીય છે કે આ દરમિયાન તેમણે વ્યાસપીઠ પરથી માલધારી સમાજની પ્રશંસા પણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT