‘આજ ગલી ગલી અવધ સજાયેંગે’: મેડમની સાથે બાળકોએ રામ ભજન પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news
Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના અંદાજમાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરની એક સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશો.

સ્કૂલમાં રામભક્તિનો માહોલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટિચરની સાથે સ્કૂલના કેટલાક બાળકો ભગવાન શ્રીરામના ભજન પર ડાન્સ કરી રહ્યા છે. બાળકો શાળાના હોલમાં લાઈનમાં ઉભા છે. તેમની આગળ મેડમ રામ ભજન પર ડાન્સ કરી રહ્યા છે. તો શાળાના બાળકો પણ ટિચરના ડાન્સના સ્ટેપને ફોલો કરીને જોરદાર ડાન્સ રહ્યા છે.

વીડિયોને 4.80 લાખ વ્યૂઝ મળ્યા

આ વીડિયોને ન્યૂઝ એજન્સી ANIના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે- મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા શાળાના વિદ્યાર્થીઓએ શ્રી રામ ભજન પર ડાન્સ કર્યો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4.80 લાખ વ્યૂઝ અને 14 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તો 3 હજરાથી વધુ યુઝર્સે વીડિયોને રિટ્વિટ કર્યો છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT