Manoj Sorathiya Attack Case: AAPના નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલનું માગ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય સિંહ રાઠોડ, સુરત: ગુજરાતના સુરતમાં મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર બીજેપી દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે બુધવારે આખો દિવસ સુરતમાં રાજકારણ ગરમાયું હતું. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને ડૉ. સંદીપ પાઠક AAPના ગુજરાત રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાને હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા. મનોજ સોરઠિયાને મળ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. કથળતા કાયદો અને વ્યવસ્થા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના રાજીનામાની પણ માંગ કરી હતી.

હુમલાનો જવાબ હિંસાથી નહીં, અહિંસાથી
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સિમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉભા કરાયેલા પંડાલ પાછળ ભાજપના કાર્યકરોએ બેનરો લગાવતા વિવાદ થયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો. આજે ગણેશ પંડાલના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીના બંને રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા અને ડૉ. સંદીપ પાઠક આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે પહોંચ્યા હતા અને મંચ પરથી AAP કાર્યકરોને સંબોધિત કર્યા હતા. AAPના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે બંને નેતાઓએ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોના હુમલાનો જવાબ હિંસાથી નહીં, અહિંસાથી મત આપીને સરકાર બદળાવી આપવાની હાકલ કરી હતી.

કલમ 307 ઉમેરવા કરી માંગ 

ADVERTISEMENT

ગણેશ પંડાલમાં કાર્યકરોને સંબોધન કર્યા બાદ આમ આદમી પાર્ટીના બંને રાજ્યસભા સાંસદો, ડો. સંદીપ પાઠક, રાઘવ ચડ્ડા અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સેંકડો કાર્યકરો સાથે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફ લગભગ બે કિલોમીટર સુધી રેલી કાઢી નીકળ્યા હતા. આ પદયાત્રા દરમિયાન તમામ આગેવાનોએ તેમના ઘાયલ સાથી મનોજ સોરઠીયાની ઘાયલ હાલતમાં કટ આઉટ લઈને નીકળ્યા હતા.

પદયાત્રા પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલા AAP કાર્યકરો પોલીસ સ્ટેશનમાં પ્રવેશી ન શકે તે માટે પોલીસે પોલીસ સ્ટેશનનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દીધો હતો. AAP કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા અટકાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, રાજ્યસભાના બંને સાંસદો અને ગોપાલ ઇટાલિયાને પોલીસ સ્ટેશનની અંદર એન્ટ્રી આપવામાં આવી હતી, જેમણે પોલીસ સ્ટેશનમાં બેઠેલા સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલની સાથે મનોજ સોરઠિયા પર હુમલાના આરોપીઓ સામે કલમ 307 લગાવવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

મારપીટના વિડીયો પોલીસ પાસે 
સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલે આ ઘટના અંગે કહ્યુંકે, AAP નેતા મનોજ સોરઠિયા પર હુમલાના કેસમાં હાલ 307નો કેસ નથી બન્યો, મેડિકલ રિપોર્ટમાં આવું કંઈ આવશે તો તે જોશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે AAP નેતા પર હુમલાની ફરિયાદ ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધવામાં આવી છે, જ્યારે બીજેપી કાર્યકર્તાઓએ AAP નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ હુમલાની ફરિયાદ પણ નોંધાવી છે. બંને પક્ષના કાર્યકરો અને આગેવાનો સામે નોંધાયેલા કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે અલગ-અલગ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, મારપીટના કેટલાક વીડિયો પણ પોલીસને મળ્યા છે.

ADVERTISEMENT

ગુજરાત નહી સમગ્ર દેશમાં કેજરીવાલ ગડબડ કરવા માટે આવ્યા છે: પાટીલ
આ ઘટના અંગે પાટીલે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું કે, ગુજરાત જ નહી પરંતુ રાજકીય રીતે પણ તેઓ ગડબડ કરી રહ્યા છે. ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમાં આ લોકો ગડબડ કરી રહ્યા છે. તેમના રાજનીતિક ગુરૂ અન્ના હજારે પણ તેમનાથી થાકી ચુક્યાં છે. જેથી ગુજરાતના લોકોએ હવે આ ગડબડ ઘરમાં રાખવી કે નહી તે નક્કી કરવાનું છે. દારૂની તેમની બેધારી નીતિથી બધા જ લોકો માહિતગાર છે. દારૂની દુકાનો 28 દિવસ બંધ રહેતી હતી હતી તેમાં ઘટાડો કર્યો. દારૂ ખરીદવાની ઉંમરમાં પણ ઘટાડો કરી નાખ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT