Road Accident: બિકાનેર હાઈવે પર ભયાનક અકસ્માત, ભુજના એક જ પરિવાર 5 સભ્યોના કરુણ મોત

ADVERTISEMENT

ભુજના એક જ પરિવાર 5 સભ્યોના કરુણ મોત
Bikaner Road Accident
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બિકાનેર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત

point

એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

point

તમામ મૃતકો ભુજના રહેવાસી હોવાનું આવ્યું સામે

Bikaner Road Accident:  બિકાનેર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર નૌરંગદેસર-રાસીસર પાસે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે. તમામ મૃતકો ગુજરાતના ભુજના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત

 

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. 


18 મહિનાની બાળકી સહિત 5ના મોત

 

મૃતકોની ઓળખ ગુજરાતના ડૉ. પ્રતિક, તેમના પત્ની હેતલ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા, તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રી તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT