રાહુલ ગાંધીના ભારતીય સેના પરનાં કયા નિવેદનથી હોબાળો થઈ ગયો! જાણો વિગતવાર..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર તણાવની સ્થિતિ છે. તવાંગમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ફરી વણસ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નિવેદનોનો દોર પણ શરૂ થઈ ગયો છે. આવું જ એક નિવેદન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપ્યું છે, જેના પર ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. તેણે સેનાના જવાનો માટે ‘પીટાઈ’ ( ભાષાંતરઃ ધોલાઈ અથવા મારામારી) શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં આ વિવાદ પર જવાબ આપ્યો છે.

રાહુલને આપ્યો જયશંકરે સણસણતો જવાબ..
એસ જયશંકરે ભારપૂર્વક કહ્યું છે કે સેના માટે મારપીટ જેવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેઓ અંગે આવી ભાષાનો ઉપયોગ ન કરી શકાય. આર્મીના જવાનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિશાન બનાવવું જોઈએ નહીં. આપણા જવાનો 13000 ફૂટની ઉંચાઈ પર સરહદની સુરક્ષા કરી રહ્યા છે. ‘પિટાઈ’ (માર મારવા) જેવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમના માટે આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ભારત-ચીન સીમા વિવાદ પર વિગતવાર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત સરકાર ઊંઘી રહી છે અને ચીન સતત આક્રમક નીતિ અપનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર ચીનના મુદ્દાને સતત નજરઅંદાજ કરી રહી છે. ભારત સરકાર ઊંઘી રહી છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ચીને આપણા ઘણા વિસ્તારો પર કબજો જમાવી લીધો છે અને તે આપણા સૈનિકોને માર મારી રહ્યું છે.

ADVERTISEMENT

જોકે, આ સમયે માત્ર રાહુલ ગાંધીના નિવેદનની ચર્ચા નથી થઈ રહી, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી તરફથી પણ આક્રમક ટિપ્પણીઓ જોવા મળી રહી છે. તેઓ સેનાને મજબૂત કહી રહ્યા છે, પરંતુ ભારત સરકારને નબળી ગણાવી રહ્યા છે. તેમણે ફરી એકવાર સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે અમારી સેના બહાદુર છે, પરંતુ ભારત સરકાર નબળી છે.

    follow whatsapp

    ADVERTISEMENT