MLA અનંત પટેલ પર હુમલા બાદ કોંગ્રેસ આકરા પાણીએ, રાહુલ ગાંધીએ કર્યો ભાજપ પર પ્રહાર
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant Patel) પર નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો.…
ADVERTISEMENT
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant Patel) પર નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હુમલામાં અનંત પટેલના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. આ મામલે અનંત પટેલ દ્વારા કહેવાયું છે કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર કોંગ્રેસ (Congress) દ્વારા આ મામલે હવે ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું- આ ભાજપ સરકારની ગભરાટ છે
આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, ગુજરાતમાં ‘પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ’ના વિરુદ્ધ આદિવાસી સમાજની લડાઈ લડનારા અમારા MLA અનંત પટેલ પર ભાજપ દ્વારા કાયરતાભર્યો હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારની ગભરાટ છે. કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આદિવાસીઓના હકની લડાઈ માટે અંતિમ શ્વાસ સુધી લડશે.
गुजरात में ‘पार-तापी रिवर लिंक प्रोजेक्ट’ के खिलाफ आदिवासी समाज की लड़ाई लड़ने वाले हमारे MLA अनंत पटेल जी पर भाजपा द्वारा कायराना हमला निंदनीय है।
यह BJP सरकार की बौखलाहट है। कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता आदिवासियों के हक़ की लड़ाई के लिए आख़िरी साँस तक लड़ेगा।#DaroMat pic.twitter.com/rf9OY76lCZ
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2022
ADVERTISEMENT
રઘુ શર્માએ આ ઘટનાને આદિવાસી સમાજ પર હુમલો બતાવ્યો
બીજી તરફ પોતાના પર હુમલા બાદ અનંત પટેલે પણ એક ટ્વિટ કર્યું છે અને તેમાં કહ્યું છે, બધા ખેરગામ પહોંચો. જ્યારે રઘુ શર્માએ નિવેદન આપ્યું છે કે, ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના નેતા અનંત પટેલ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ હુમલો આદિવાસી સમાજ પર છે, આ હુમલાનો સણસણતો જવાબ ગુજરાતનો આદિવાસી સમાજ આપશે.
બધા ખેરગામ પહોંચો pic.twitter.com/6JAUelavTF
— Anant Patel Mla (official) (@AnantPatel1Mla) October 8, 2022
ADVERTISEMENT
ખેરગામના સરપંચને મળવા જતા થયો હુમલો
MLA અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, આ દરમિયાન તેમના પર જિલ્લા પંચાયતના સભ્ય અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં તેમના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં જ રસ્તા પર બેસી ગયા હતા. આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું.
ADVERTISEMENT
MLA श्री @AnantPatel1Mla पर BJP के गुंडों द्वारा किया गया हमला दुखद है।
चुनाव में हार दिख रही है, इसलिए BJP अब गुंडागर्दी कर आदिवासी अधिकारो की आवाज़ कुचलना चाहती है।
BJP यह अच्छे से जानले गुंडागर्दी से ना कांग्रेस डरेगी, ना ही आदिवासी समाज।
चुनाव में करारा जवाब मीलेगा। pic.twitter.com/2aUoEiJLvw
— Arjun Modhwadia (@arjunmodhwadia) October 8, 2022
ADVERTISEMENT