કોટ-ટાઈ, સેટ દાઢી… ભારત જોડો યાત્રા બાદ બ્રિટન પહોંચેલા રાહુલ ગાંધી એકદમ નવા લુકમાં દેખાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news
લંડન: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7 દિવસના યુકે પ્રવાસે છે. તેઓ અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. આ પહેલા રાહુલ ગાંધીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી નવા લુકમાં જોવા મળી રહ્યા છે. ફોટામાં રાહુલ ગાંધીની દાઢી કપાયેલી જોવા મળી રહી છે. તેમણે કોટ-ટાઈ પહેરી છે, અને ઉપર જેકેટ પણ પહેર્યું છે. હકીકતમાં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા 3570 કિલોમીટરની હતી. રાહુલ યાત્રા દરમિયાન એક સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની દાઢી પણ ઘણી વધી ગઈ હતી. હવે રાહુલ ગાંધી બ્રિટનમાં નવા લુકમાં જોવા મળી રહ્યા છે.
ભારતીયોને પણ સંબોધશે 
રાહુલ ગાંધી 7 દિવસના UK પ્રવાસ પર છે. એવામાં તેમનો પ્રવાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરથી શરૂ થશે. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી ‘લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચુરી’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ ‘બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી’ અને ‘ઇન્ડિયા-ચાઇના રિલેશન્સ’ પર પણ વાત કરશે. તેઓ ભારતીય પ્રવાસીઓને પણ સંબોધિત કરશે.
કેમ્બ્રિજ જેબીએસએ ટ્વીટ કર્યું કે અમારું કેમ્બ્રિજ ભારતના મુખ્ય વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે. તેઓ આજે ‘લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચુરી’ વિષય પર કેમ્બ્રિજ જેબીએસને સંબોધશે.

લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર વ્યાખ્યાન આપશે
રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે. તે બિગ ડેટા, લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર પણ વાત કરશે. આના પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, હું પોતાની માતૃ સંસ્થાન યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવા અને ત્યાં લેક્ચર આપવા માટે ઉત્સુક છું. હું ત્યાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરીશ. આ દરમિયાન હું જિયોપોલિટિક્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ડેટા અને ડેમોક્રેસી સહિત અનેક મુદ્દાઓ પર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT