રાહુલ ગાંધીએ ચીનના કર્યા ભરપેટ વખાણ, કાશ્મીરને ગણાવ્યું હિંસક સ્થળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનના વખાણ કર્યા છે.રાહુલ ગાંધીએ કહ્યું કે,  ચીન શાંતિનો પક્ષ છે. તેમણે જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કાશ્મીર એક વિદ્રોહ સંભવ રાજ્ય છે અને એક કહેવાતા હિંસક સ્થળ પણ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચીનના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે,  ચીન શાંતિનો પક્ષ છે. તેમણે અનેક ઉદાહરણો દ્વારા પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ચીનની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો છે, તેના દ્વારા થયેલા વિકાસ વિશે વાત કરી છે અને પશ્ચિમી દેશોની વિચારધારા પર પણ વિગતવાર વર્ણન કર્યું છે.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો, રેલવે, એરપોર્ટ, તે બધું સાથે જોડાયેલું છે. પ્રકૃતિ, નદીની શક્તિ.

ચીનના કર્યા ભરપેટ વખાણ
ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. અને જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે પોતાની જાતને કુદરત કરતા પણ મોટો માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે કહેવા માટે આ પૂરતું છે. આ સિવાય રાહુલે ચીન વિશે પણ કહ્યું કે ત્યાંની સરકાર કોર્પોરેશનની જેમ કામ કરે છે. તેના કારણે દરેક માહિતી પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમના મતે હાલમાં ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી.

ADVERTISEMENT

કાશ્મીરને કહ્યું હિંસક સ્થળ
રાહુલ ગાંધીનું માનવું છે કે, આ જ કારણ છે કે ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મામલે આટલી પ્રગતિ કરી છે.પોતાના સંબોધન દરમિયાન રાહુલે પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરને ‘કહેવાતું હિંસક સ્થળ’ ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કાશ્મીર એક બળવાખોર રાજ્ય છે અને કહેવાતા હિંસક સ્થળ છે. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં અમારા 40 જવાન શહીદ થયા હતા.

ભારતમાં લોકશાહી પર ખતરો
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલે આપેલા અન્ય ઘણા નિવેદનો પણ ચર્ચાનો વિષય બન્યા છે. પેગાસસ અંગે તેમના વતી નિવેદન આપવામાં આવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ પણ હતું. મને અધિકારીઓએ ફોન પર ધ્યાનથી વાત કરવાની સલાહ આપી હતી. કારણ કે ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. ભારતમાં લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આવા કેસોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા જે બિલકુલ બનતા નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ADVERTISEMENT

આ પણ વાંચો: કિંગ ખાનની સુરક્ષામાં મોટી ચૂક, બે ગુજરાતી યુવકો મન્નતની દિવાલ કૂદીને ત્રીજા માળ સુધી પહોચી ગયા

ADVERTISEMENT

વડાપ્રધાન પર લગાવ્યા ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના વિચારને નષ્ટ કરવામાં આવી રહ્યો છે. તેઓ એક વિચાર દેશ પર થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે પીએમ કેટલાક લોકોને સેકન્ડ ક્લાસ નાગરિક માને છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT