‘… તો અમે ગુજરાતની ચૂંટણી જીતી ગયા હોત’, રાહુલ ગાંધીએ પહેલીવાર જણાવ્યું હારનું કારણ
જયપુર: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને મોટું કારણ બતાવી છે. રાહુલ ગાંધીએ શુક્રુવારે કહ્યું કે, આમ આદમી…
ADVERTISEMENT
જયપુર: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને મોટું કારણ બતાવી છે. રાહુલ ગાંધીએ શુક્રુવારે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ હાલમાં જ ગુજરાતમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનમાં એક મોટી ભૂમિકા ભજવી છે. તેમણે આ દાવો કર્યો કે જો ગુજરાતમાં AAP ન હોત તો કોંગ્રેસે સત્તાધારી ભાજપ પક્ષને હરાવી દીધો હોત.
ગુજરાતમાં આ કારણે કોંગ્રેસ હારી?
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં AAP પ્રોક્સી હતી. જોકે આમ આદમી પાર્ટીએ આ આરોપોને નકારતા કહ્યું કે, આ કોંગ્રેસ જ છે જેણે ગુજરાતમાં AAPના પ્રવેશને રોકવા માટે ભાજપનો પક્ષ લીધો. રાહુલ ગાંધીએ ભાજપ પર ફરી એકવાર પ્રહાર કરતા ભારતને વિભાજિત કરવાનો અને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપને નફરત ફેલાવતી અને વિભાજીત કરતી પાર્ટી બતાવી
તેમણે કહ્યું કે, ભાજપ આ વાતમાં સ્પષ્ટ છે કે તેઓ કોણ છે. તેમણે ભારતને વિભાજીત કરી દીધું છે. તે નફરત ફેલાવે છે અને તેઓ આ વિશે સ્પષ્ટ છે કે તેઓ કોણ છે. જે દિવસે કોંગ્રેસ સમજી જશે કે તે પોતે કોણ છે, પછી તે દરેક ચૂંટણી જીતશે. જ્યારે સ્થાનિક પક્ષો માટે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપને હરાવવા માટે તેમની પાસે દ્રષ્ટિકોણ નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોઈએ કોંગ્રેસને ઓછી ન આંકવી જોઈએ કારણ કે વિચારધારા પર આધારિત અને તેના પર ચાલનારી આ એકમાત્ર પાર્ટી છે, જે ભાજપને હરાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT