Raghavji patel હોસ્પિટલમાં સારવાર હેઠળ, હવે આ નેતાને સોંપાઈ પંચાયત અને કૃષિ વિભાગની જવાબદારી

ADVERTISEMENT

Raghavji patel
Raghavji patel
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક

point

રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ

point

આ નેતાને સોંપાઈ કૃષિ અને પંચાયત વિભાગની જવાબદારી

Gujarat Minister Raghavji patel Brain Stroke news : ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે. ત્યારે રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને હવે રાઘવજી પટેલનો પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ બચુભાઈ ખાબડને સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિભાગનો હવાલો રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને સોંપાયો છે.

જામનગરથી સારવાર માટે ખસેડાયા હતા રાજકોટ

 

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

જામનગરના એક કાર્યક્રમ બાદ તબિયત લથડી

 

રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન રાત્રે અચાનક તેઓને બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

ADVERTISEMENT


 
રાઘવજીભાઈની તબિયત હાલ સ્થિર

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ સતત ડોક્ટર્સના ઓબઝર્વેશન હેઠળ છે. તેમજ હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુરોસર્જન ડૉ. સંજય ટીલાળા સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કન્સલ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

    follow whatsapp

    ADVERTISEMENT