રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ગુજરાતમાં તો જંગલ રાજ ચાલે છે, ભાજપ કોંગ્રેસથી નહીં; AAPથી ડરી ગઈ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ રાઘવ ચઢ્ઢાએ કંચન ઝરીવાલાના ઉમેદવારી ફોર્મ પરત લેવાની ઘટના પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપે પોલીસ પ્રશાસનનો દુરૂપયોગ કર્યો છે. પોલીસ કર્મચારીઓ જેવી રીતે ભાજપના ગુંડાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તે ચોંકાવનારું છે. વળી તેઓ અમારા ઉમેદવારને બધાની સામે મારામારી કરી લઈ જતા પણ જોવા મળ્યા હતા. જેવી રીતે અમારા ઉમેદવારને RO ઓફિસે લઈ ગયા અને ત્યાં નોમિનેશન રદ કરાવી ફરીથી પોલીસે જ ભાજપના ગુંડાઓને અમારા ઉમેદવારને સોંપી દીધા એ જોઈને મને તો પોલીસ પ્રશાસન પર શંકા થઈ રહી છે.

ભાજપને કોંગ્રેસથી નહીં કેજરીવાલથી ડર લાગે છે- રાઘવ
રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું હતું કે ભાજપને કોંગ્રેસથી નહીં કેજરીવાલથી ડર લાગે છે. અત્યારસુધી મેં એવું નથી સાંભળ્યું કે કોંગ્રેસના નેતાને ઉમેદવારી પરત ખેંચવા માટે ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું. આવું ખાલી અમારી પાર્ટીના ઉમેદવાર સાથે જ કેમ થાય છે. આનાથી પુષ્ટિ થાય છે કે ભાજપને અમારાથી ભય છે.

નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યું
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા સામે મને પ્રશ્ન થઈ રહ્યો છે. શંકા થઈ રહી છે. અત્યારે ગુજરાતની સ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે રાજ્યમાં જંગલ રાજ આવી ગયું છે. જ્યારે મન ભાવે ત્યારે ગુંડાઓ દ્વારા ઉમેદવારોનું અપહરણ થઈ જાય છે. ફોર્મ પરત ખેંચી લેવડાવવામાં આવે છે. ભાજપ અત્યારે એટલી બોખલાઈ ગઈ છે કે અમારી પાર્ટીના ઉમેદવારનું અપહરણ કરવું પડે છે. ઝારીવાલાએ સુરતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ADVERTISEMENT

સુરતમાં ઝરીવાલાએ AAPની ઘણી મદદ કરી- રાઘવ
ઝરીવાલાએ 2 વર્ષથી પાર્ટીમાં સતત કામ કર્યું છે. ત્યારે પણ તેમણે ક્યારેય પાર્ટીની ફરિયાદ કરી નથી. પરંતુ જ્યારે તેમણે ઉમેદવારી નોંધાવી અને જીતવાનો દાવો કર્યો ત્યારે પણ કોઈ ફરિયાદ કરી નથી. ગત 24 કલાકમાં એવું તો શું થયું કે ઝારીવાલાએ મજબૂરીમાં આવા નિવેદનો આપવા પડે છે. તેમના પરિવાર પર ભાજપના ગુંડાઓએ એવું મેન્ટલ, ફિઝિકલ અને સામાજિક દબાણ બનાવી તેમને ઉમેદવારી પરત લેવા ટકોર કરાવી છે.

કોંગ્રેસ ડરીને બેસી જશે, અમે લડીશું- રાઘવ
રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી નિષ્પક્ષ ચૂંટણી માટે લડત આપશે. અમારી પાર્ટી કોંગ્રેસ જેવી નથી કે ડરાવશો તો ઘરે જઈને બેસી જશે. અમારી પાર્ટી નિષ્પક્ષ ચૂંટણી માટે લડશે. ભાજપની ગુંડાગીરીને અમે બંધ કરીશું અને જડબાતોડ જવાબ આપીશું. અત્યારે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ ભાજપને ટક્કર આપી રહી છે. આ જોઈને જ ભાજપ ડરી ગઈ છે અને ઉમેદવારોનું અપહરણ કરે છે. RO સાહેબે આ અંગે યોગ્ય કાર્યવાહી થશે એની ખાતરી આપી છે.

With Input: સંજયસિંહ રાઠોડ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT