પેપરલીક મુદ્દે રાઘવ ચઢ્ઢાએ જનતાને કહ્યું- આ ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો; બાળકોનું ભવિષ્ય બચાવવા ટકોર કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પેપરલીક મુદ્દો ફરીથી ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે BBA, BCOM સેમ-5ની પરીક્ષાના પેપર લીક થતા હોબાળો મચી જવા પામ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જનતાને કહ્યું કે ભાજપ તમારા બાળકનું ભવિષ્ય અંધકારમાં રાખે છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મત અંધકારમાં મૂકી દો. આની સાથે જો આપની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપીઓ સામે કડક પગલા ભરવા અપિલ કરી છે.

આ પેપર નહીં જનતાના બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે..
રાઘવ ચઢ્ઢાએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં BBA, BCOM સેમ-5ના પેપર લીક મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે જનતાને સંબોધીને કહ્યું છે કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. અત્યારે બાળકોના ભાવિ સાથે જે ચેડા થઈ રહ્યા છે.

ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો- રાઘવ ચઢ્ઢા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે પેપરલીક થઈ હોવાની ઘટનાથી બાળકોના ભવિષ્ય અંધકારમાં મુકાયા છે. જેથી હવે ચૂંટણીરૂપી પરીક્ષામાં જનતાએ વળતો જવાબ આપી ભાજપના નસીબ ફોડી દેવા જોઈએ.

પેપર ફૂટવા પર અંકુશ લાદવ રાઘવનો પ્લાન
ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટી રહ્યા છે. આ અંગે AAPના યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 100 દિવસની અંદર પેપર ફોડવા વિરૂદ્ધ કડક કાયદો લાવવામાં આવશે. જેના પરિણામે જે જે આમા સંડોવાયેલા છે એમની સામે ચુસ્ત પગલા ભરી કડક કાર્યવાહી હાથ ધરાશે.

રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. વળી જે જે પરીક્ષાના પેપર લીક થયા છે એની પુનઃપરીક્ષાનું આયોજન પણ ઘણું મોડું થાય છે. એની સીધી અસર બાળકો પર પડે છે અને તેમનું 1 વર્ષ બરબાદ થઈ જાય છે.

ADVERTISEMENT

ગૌરવ યાત્રા પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું…
ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખે છે. ભાજપના છોકરાઓ ફોરેનમાં ભણવા જાય છે. જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો અહીં અભ્યાસ કરે છે. તેવામાં સતત મહેનત કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થવા જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT