પાલીતાણાની ઘટનાના વિરોધમાં જૈન સમાજની આક્રોશ રેલી, જામનગરમાં બેનરો સાથે માર્ગ પર ઉમટ્યા…
જામનગરઃ પાલિતાણાની ઘટનાનાં પડઘા જામનગરમાં પણ પડી રહ્યા છે. અહીં જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે મંદિરમાં થોડા દિવસો પહેલા…
ADVERTISEMENT
જામનગરઃ પાલિતાણાની ઘટનાનાં પડઘા જામનગરમાં પણ પડી રહ્યા છે. અહીં જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે મંદિરમાં થોડા દિવસો પહેલા હુમલાની ઘટના સામે આવી હતી. જેના કારણે ડીસા ખાતે પણ ગિરિરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં હવે જામનગરમાં પણ જૈન સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
હાથમાં બેનરો રાખી બાઈક રેલી યોજી…
આક્રોશ રેલીમાં જૈન સમાજના લોકો પોસ્ટરો લઈને માર્ગ પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં તેમણે શહેરના મુખ્ય માર્ગો પર પણ બાઈક રેલી યોજી હતી. આ દરમિયાન પાલીતાણાની જે ઘટના બની અને હિચકારા હુમલાના વિરોધમાં તંત્રને પણ રજૂઆત કરવામાં આવશે.
ADVERTISEMENT
કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે..
શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી તંત્રને રજૂઆત કરાશે. આની સાથે ધાર્મિક સ્થળોની સુરક્ષાની માગને લઈને પણ તેઓ વિશાળ રેલીના માધ્યમથી સમાજમાં સંદેશો પાઠવવા લાગ્યા હતા. એટલું જ નહીં આ દરમિયાન કલેક્ટરને પણ આવેદન પત્ર આપવામાં આવશે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT
ADVERTISEMENT