પ્રિયંકા ગાંધીએ હીરા બાની તબીયત અંગે ટ્વીટ કરી કહ્યું- ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.  આ અંગે ભાજપના તેમના સાથી નેતાઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ તેમની તબીયતને લઈને વાત કરવામાં આવી છે. હાલમાં જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ સોશ્યલ મીડિયા પર તેમની માતાની તબીયત સારી થાય તેવી કામન કરતી પોસ્ટ મુકવામાં આવી હતી.  ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયતને ભગવાનને પ્રાથના કરી છે.

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયતને લઈ ટ્વિટ કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી  ના  માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા. આ ઘડીમાં અમે બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.

ADVERTISEMENT

 

રાહુલ ગાંધીએ શું કહ્યું?
દરમિયાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંવેદના સાથે તેમની તબીયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, એક માં અને પુત્રના વચ્ચેનો પ્રેમ અનન્ત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠોર સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરું છું કે તમારા માતાજી જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

મલ્લિકા અર્જુન ખડગેએ કર્યું ટ્વિટ 
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની તબીયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અંગે સોશિયલ મીડિયા નેટવર્ક સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીની માતાના સ્વાસ્થ્ય લાભની અમે કામના કરીએ છીએ. આશા છે કે તે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.

    follow whatsapp

    ADVERTISEMENT