ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપનાર સામે લાલ આંખ કરવાનું વડાપ્રધાનનું આહ્વાન
અમદાવાદ: ગુજરાત વિધાનસભા આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે ગુજરાતને ગાળો બોલનારા સામે લાલ આંખ કરવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું હતું કે હવે ગુજરાતનુ અપમાન કરનારાઓને ગુજરાત અને દેશ સહન કરશે નહીં. જુઠ્ઠાણા ફેલાવનારાઓથી ગુજરાતને ચેતવાની જરૂર છે.
વડાપ્રધાને કોઈ પક્ષનું નામ લીધા વગર કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ હોય, તે કોઈપણ જાતિની હોય, કોઈપણ ભાષાની હોય, કોઈપણ રાજ્યનો હોય, જો તે સારું કામ કરે તો આ દેશમાં દરેકને ગર્વ છે, પરંતુ વિકૃતિ જુઓ છેલ્લા બે દાયકાથી વિકૃત માનસિકતા ધરાવતા લોકો એક અલગ પ્રકારનો વિચાર ઊભો થયો .ધ્યાન રાખો કે ગુજરાતમાં ગમે તે થાય,ગુજરાતમાં કંઈક સારું થાય,ગુજરાતનો માણસ નામ કમાય,પ્રગતિ કરે,ગુજરાત પ્રગતિ કરે તો તેના પેટમાં ઉંદર દોડવા લાગે છે. ગુજરાતને અપમાનજનક શબ્દો વાપરવાનો બેફામ ભાષાનો પ્રયોગ કરવાનો. કેટલાક રાજકીય પક્ષોનેતો જાણેતો ગુજરાતને ગાળો દીધા વિના,ગુજરાતીઓને ગાળો દીધા વિના તેમની રાજકીય વિચારસરણી અધૂરી રહી જાય છે.
અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે
ભાઈઓ અને બહેનો, ગુજરાતે તેની સામે આંખ લાલ કરવાની જરૂર છે કે નહીં? ગુજરાતી મહેનત કરે છે. દેશભરના લોકોને રોજીરોટી આપવાનું કામ કરે છે. તે ગુજરાતને આ રીતે બદનામ કરવામાં આવે? તે આપણે સહન કરવું છે આપડે? હું અહીંથી લોકોને કહું છું કે ગુજરાતીઓનું અપમાન કે ગુજરાતનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે. આ દેશમાં કોઈનું અપમાન સહન ન થાય ભાઈઓ બંગાલીઓનું અપમાન ન થવું જોઈએ તમિલનું અપમાન ન થવું જોઈએ.
ADVERTISEMENT
Junagadh માં લોકોને સંબોધતા PM મોદીએ નામ લીધા વિના આપ અને કોગ્રેસ પર પ્રહારો કર્યા, કહ્યું..ગુજરાતને ગાળો બોલનારા સામે લાલ આંખ કરવાનું વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતુ. વડાપ્રધાને કહ્યું હતું કે હવે ગુજરાતનુ અપમાન કરનારાઓને ગુજરાત અને દેશ સહન કરશે નહીં.#PMModiInGujarat pic.twitter.com/GTQYRkMhpM
— Gujarat Tak (@GujaratTak) October 19, 2022
ADVERTISEMENT