રોકાણકારો માટે લકી શેર! 2 રૂપિયાના શેરે 5 વર્ષમાં બનાવ્યા કરોડપતિ, તગડા રિર્ટનનો આંકડો ચોંકાવનારો

ADVERTISEMENT

Praveg Ltd share
આને કે'વાય છપ્પરફાડ કમાણી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતની કંપનીના શેરમાં જોવા મળી તેજી

point

2 રૂપિયાવાળા શેરમાં 38000%ની તેજી

point

5 વર્ષમાં 967.85 રૂપિયા સુધી પહોંચી ગયા

Praveg Ltd share:  ગુજરાતની કંપની પ્રવેગ લિમિટેડના શેરમાં મંગળવારે તોફાની તેજી જોવા મળી. આ તેજી ગોલ્ડમેન સૅશ ઇન્ડિયા ઇક્વિટી પોર્ટફોલિયોએ કંપનીનો હિસ્સો ખરીદ્યા પછી આવી છે. જોકે, થોડા સમય પછી આ શેર પ્રોફિટ-બુકિંગ મોડમાં ગયા.

શું છે ડીલની વિગતો?

પ્રવેગ લિમિટેડના પ્રમોટર પટેલ આશાબેન વિષ્ણુકુમારે ફર્મમાં 2.85 ટકા હિસ્સો વેચ્યો છે. એક્સચેન્જ ડેટાથી જાણવા મળે છે કે પ્રમોટર ગ્રુપનો હિસ્સો વિષ્ણુકુમારે પ્રવેગમાં 850.51 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર 7 લાખ ઈક્વિટી શેર વેચ્યા. તમને જણાવી દઈએ કે ગોલ્ડમેન સૅશ ઇન્ડિયા ઇક્વિટી પોર્ટફોલિયો (Goldman Sachs India Equity Portfolio)એ કંપનીમાં 2.18 ટકા હિસ્સો ખરીદ્યો છે. 

આ પણ વાંચોઃ ગજબનો આ સ્ટોક! 4 વર્ષમાં રોકાણકારો કરોડ પતિ બન્યા, 1 લાખના રોકાણના 6.41 કરોડ થઈ ગયા

 

ADVERTISEMENT

5 વર્ષમાં આપ્યું અધધ રિટર્ન

આ ડીલના એક દિવસ બાદ 12 માર્ચે પ્રવેગ લિમિટેડના શેરમાં 5 ટકાથી વધુનો વધારો નોંધાયો. ટ્રેડિંગ દરમિયાન આ શેર 967.85 રૂપિયા સુધી પહોંચી ગયા. ગયા વર્ષની સરખામણીએ આ શેરમાં 111 ટકાથી વધુની તેજી આવી છે. તો 5 વર્ષમાં કંપનીના શેર 2 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી ગયા છે. આ દરમિયાન પ્રવેગ કંપનીના શેરે 38,000 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. જણાવી દઈએ કે પ્રવેગ મુખ્યત્વે એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જેણે તાજેતરમાં જ હોસ્પિટાલિટી અને ઓપરેશન મેનેજમેન્ટના ક્ષેત્રમાં પગ મુક્યો છે. તાજેતરમાં કંપની અયોધ્યા અને લક્ષદ્વીપમાં ટેન્ટ સિટી બનાવીને ચર્ચામાં આવી હતી.

આ પણ વાંચોઃ બેંક કર્મચારીઓને દર વર્ષે પગારમાં 17 ટકાનો વધારો મળશે, સપ્તાહમાં 5 દિવસ કામને લઈને પણ ખબર આવી

ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા?

પ્રવેગ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33.07 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. ડિસેમ્બર 2022માં રૂ. 28.38 કરોડનું વેચાણ થયું હતું. જોકે, કંપનીનો ચોખ્ખો નફો લગભગ 30 ટકા ઘટીને રૂ. 8.10 કરોડ થયો છે. ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ. 13.27 કરોડ રહ્યો.

ADVERTISEMENT

કંપની વિશે જાણો

અમદાવાદ ખાતે આવેલી પ્રવેગ લિમિટેડ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં સક્રિય છે. કંપની અયોધ્યા, કચ્છના રણ, વારાણસી, દમણ અને દીવ અને સરદાર સરોવાર સહિત વિવિધ સ્થળોએ લક્ઝરી ટેન્ટ સિટી અને લક્ઝરી રિસોર્ટ સર્વિસનું કામ કરે છે. જો આપણે શેરહોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરની પાસે 50.76 ટકા હિસ્સો છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.24 ટકા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT