પ્રમુખસ્વામી નગરમાં પાથરેલા 1.25 કરોડ પેવર બ્લોક્સ 1 પણ રૂપિયો લીધા વિના કોણે આપ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભૂમિત જાની/અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રીંગ રોડના પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ચાલી રહ્યો છે. 14મી ડિસેમ્બરથી શરૂ થયેલો આ શતાબ્દી મહોત્સવ 1 મહિના સુધી ચાલવાનો છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. 600 એકરમાં આખું પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. જોકે આ પ્રમુખસ્વામી નગરમાં પેવર બ્લોક્સ પાથરવાથી લઈને મહોત્સવ માટે ખેડૂતો પાસેથી જમીન મેળવવી અને હરિભક્તોના રહેવાની વ્યવસ્થા શહેરના જ એક ખાસ બિલ્ડરે ઝડપ્યું હતું. જેમણે પોતાના અન્ય બિલ્ડર મિત્રો સાથે મળીને 1.25 કરોડ પેવર બ્લોક્સ પાથરવા માટે આપ્યા છે.

ત્રિકમ કાકા સહિત બિલ્ડરોએ ઝડપ્યું બ્લોક્સ લાવવાનું કામ
અમદાવાદના આંગણે ચાલી રહેલા ભવ્ય પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ માટે શહેરના જ બિલ્ડર એવા ત્રિકમભાઈએ એક પણ રૂપિયો લીધા વિના 1.25 કરોડ પેવર બ્લોક્સ પાથરવા માટે આપ્યા છે. આ વિશે તેઓ કહે છે કે, આમા કોઈ વ્યક્તિગત કાર્ય હોતું નથી. સંગઠીત થઈને કાર્યકરોના સમર્પિત ભાવથી જ આ કામ થયું છે. જ્યારે આ જગ્યા પર બ્લોક્સ નાખવાની ચર્ચા થઈ, ત્યારે સ્વામીજીએ ઝીરો બજેટમાં કામ કરવાનું છે તેવી વાત કરી, ત્યારે અમારા જેવા અનેક બિલ્ડરોએ આ બિડું ઝડપી લીધું. અમારે આ બ્લોક્સની જરૂર હોય છે જ. તો અમે બિલ્ડર મિત્રોએ સાથે મળીને બ્લોક્સની સેવા કરી અને હવે જ્યારે આ સમૈયો પૂરો થશે ત્યારે આ બ્લોક્સને પ્રોજેક્ટમાં રીયુઝ કરીશું.

ADVERTISEMENT

પ્રમુખસ્વામી નગરના બ્લોક્સને બિલ્ડરો રીયુઝ કરશે
ત્રિકમ કાકા વધુમાં ઉમેરે છે કે, આ બ્લોક્સ પર કોઈ ઘસારો પડવાનો નથી, એટલે આ રીયુઝ થાય એવા બ્લોક્સ રહેવાના છે. ખાસ વાત એ છે કે, સાધુ-સંતો આના પરથી જશે, યજ્ઞ થશે એટલે આ જગ્યા પવિત્ર થશે એટલે આ બ્લોક્સ પ્રસાદીના થઈ જશે. જે પણ જગ્યાએ બ્લોક્સ નાખીશું તે જગ્યા પણ પવિત્ર થઈ જશે એવી અમને આશા છે.

400 જેટલા ખેડૂતોએ જમીન વાપરવા આપી
ખાસ વાત છે કે, પ્રમુખસ્વામી નગર માટે જરૂરી જમીન માટે પણ તેમણે જ તમામ વ્યવસ્થા કરી હતી. આ સમૈયામાં 25થી 30 જગ્યા બે બિલ્ડરોની હતી, પહેલા તેમની પરમિશન લેવામાં આવી, બાકીની જગ્યામાં 350થી 400 ખેડૂતો હતા. સંતોની કમિટી સાથે ચર્ચા વિચારણા કરીને ત્રિકમ કાકા અને તેમની ટીમે બધા ખેડૂતોનો સંપર્ક કર્યો અને બધા ખેડૂતો પ્રમુખસ્વામી શતાબ્દી માટે સામેથી સ્વેચ્છાએ જમીન આપવા માટે તૈયાર થઈ ગયા. આટલું જ નહીં ખેડૂતોએ સમૈયાના સમયગાળાથી પણ 4 મહિના વધુ જમીન વાપરીને પાછી આપવા કહ્યું.

ADVERTISEMENT

ADVERTISEMENT

4000 ફ્લેટ્સ બિલ્ડરોએ હરિભક્તોને રહેવા માટે આપ્યા
હાલમાં પ્રમુખ સ્વામી નગરમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં હરિભક્તો મુલાકાત માટે આવી રહ્યા છે. ત્યારે સૌથી પહેલો સવાલ આ હરિભક્તોના ઉતારાની વ્યવસ્થાનો થાય છે. આ કામ પણ ત્રિકમ કાકાને જ સોંપવામાં આવ્યું હતું. તેમણે કમિટી સાથે મળી 1 વર્ષથી હરિભક્તોને નજીકથી નજીકમાં ઉતારો મળે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી. તેઓ કહે છે, અમે બોપલથી ઝુંડાલ, ચાંદખેડા સુધી નવા તૈયાર થતા ફ્લેટના બિલ્ડરોનો સંપર્ક કર્યો અને 4000 જેટલા ફ્લેટ્સ અમને મળ્યા જેમાં હરિભક્તો અને સંતો શાંતિથી રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT