મોરબી કાંડમાં જયસુખ પટેલને બચાવવા કોના હવાતિયા? સપોર્ટ કરતા પોસ્ટર સો. મીડિયામાં વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબી દુર્ઘટના બાદથી ભાગતા ફરતા આરોપી જયસુખ પટેલે હાલમાં જ કોર્ટમાં સરેન્ડર કરી દીધું. જે બાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મોરબીમાં ઝુલતા બ્રિજના રીપેરિંગમાં બેદરકારી દાખવીને ખુલ્લો મૂકી દેવાતા 135 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસની ચાર્જશીટમાં પણ 10મા આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક અને બ્રિજનો કોન્ટ્રાક્ટ લેનારા જયસુખ પટેલના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચાલી રહ્યું છે.

’10-15 રૂપિયાની ટિકિટ માટે કોઈ દિવસ ખોટું ન કરે’
સોશિયલ મીડિયામાં હાલ કેટલાક પોસ્ટરો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘ઓ.આર પટેલ જેમને મોરબીના ભમાષા તરીકે ઓળખાય છે તેમના પરિવારની વિચારધારા હંમેશા સેવાની રહી છે. જેમના દીકરા જયસુખ પટેલનો સામાજિક પ્રવૃત્તિમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચતમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટું ન કરે. બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે. તેનું દુઃખ સમાજના દરેક લોકોને છે. આવે સાથે મળીને જયસુખભાઈને સપોર્ટ કરીએ…’

ADVERTISEMENT

પોલીસે ચાર્જશીટમાં લગાવ્યા છે ગંભીર આરોપ
આ સાથે એક https://eventselfie.in/home/Jaysukh_patel ની લિંક પણ વાઈરલ થઈ રહી છે. જેમાં જઈને લોકો પોતાના ફોટો સાથે જયસુખ પટેલના સપોર્ટમાં આવા પોસ્ટરો બનાવી રહ્યા છે. એક બાજુ પોલીસે ચાર્જશીટમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપો કર્યા છે ત્યારે કેટલાક લોકો ખુલીને તેમના સમર્થનમાં આવીને બચાવ કરી રહ્યા છે.

‘મકાન સમારકામ માટે આપ્યું અને લાદી સરખી કરી’
પોલીસ દ્વારા જયસુખ પટેલના રિમાન્ડની માંગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020 માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યાર બાદ કોઈ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હોવા છતાં ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે આ અકસ્માતે ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતાં પણ જે મુખ્ય કેબલ બદલાવાની જરૂર હતી એ કેબલ તાર બદલાવ્યા વગર નાના નાના કોસ્મેટીક ચેન્જીસ કરી મેન્ટેનન્સનું કામ પુરૂ કરતા હતા. એનો મતલબ એવો થાય કે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોઈ તેની દીવાલો, સીલીંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે આમને લાદી સરખી કરી એના જેવી વાત હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT