ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ આતંકી ઘટના, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉદયપુર: રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર કરાયેલો વિસ્ફોટ આતંકી ઘટના હતી. રાજસ્થાન પોલીસે પોતાની FIRમાં આનો ખુલાસો કર્યો છે. આ મામલે રાજસ્થાન પોલીસે આતંકી ષડયંત્ર સાથે જોડાયેલી કલમો હેઠળ FIR નોંધી છે. રાજસ્થાન પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જાણ્યું કે ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયેલો બ્લાસ્ટ આતંકી હુમલો હતો. આ હુમલા બાદ પાટા તૂટી ગયા હતા અને આ તૂટેલા પાટા પરથી ટ્રેન નીકળી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પાટા પરથી અમદાવાદ-ઉદયપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 રોજ નીકળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 14 દિવસ પહેલા જ આ રેલવે લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. પોલીસ અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ડર પેદા કરવાનો હતો.

ટ્રેક પર વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈ ગામ લોકો અચંબિત
આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિલોમીટર દૂર સલંબુર રોડ પર બનેલા ઓઢા રેલવે પુલની છે. આ ઘટનાની FIR મુજબ શનિવારે સાંજે સવા સાત વાગ્યે ઓઢા ગામના લોકોએ એક જોરદાર બ્લાસ્ટ સાંભળ્યો. રાત્રે થયેલા બ્લાસ્ટથી ગામ લોકો પણ અચરજમાં પડી ગયા. આ બાદ જ્યારે લોકોનું એક ટોળું ત્યાં પહોંચ્યું તો રેલવેના પાટા તૂટેલા, વિસ્ફોટક અને સ્ટીલના ટૂકડા જોઈને દંગ રહી ગયા.

ADVERTISEMENT

લોકોમાં ડર પેદા કરવા બ્લાસ્ટ કર્યાનો પોલીસનું અનુમાન
રાજસ્થાન પોલીસે FIRમાં બોમ્બ વિસ્ફોટ શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું કે બ્લાસ્ટનો ઉદ્દેશ્ય લોકોમાં ડર પેદા કરવાનો હતો અને દેશની સુરક્ષાને ખતરામાં મૂકવાનો હતો. આ મામલે રાજસ્થાન પોલીસે UAPA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને IPCની કલમ 150, 151 અને 285 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT