પોલીસની દાદાગીરી! છેડતીની ફરિયાદ કરવા ગયેલા પરિવારને PIએ ગાળો આપી, છૂટા ડંડા માર્યા
હિતેશ સુતરીયા/અરવલ્લી: મોડાસામાં ઉત્તરાયણના દિવસે પોલીસની દબંગાઈનો મામલો સામે આવ્યો છે. યુવતીની છેડતીની ફરિયાદ કરવા ગયેલા પરિવારજનો સાથે પીઆઈએ ગેરવર્તણૂક કરીને પહેલા ગાળો આપી અને…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા/અરવલ્લી: મોડાસામાં ઉત્તરાયણના દિવસે પોલીસની દબંગાઈનો મામલો સામે આવ્યો છે. યુવતીની છેડતીની ફરિયાદ કરવા ગયેલા પરિવારજનો સાથે પીઆઈએ ગેરવર્તણૂક કરીને પહેલા ગાળો આપી અને પછી છુટા ડંડા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. હવે પરિવારે દુર્વ્યવહાર કરનારા પોલીસકર્મી પાસે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
રોમિયોગિરી કરતા યુવકોને રોકતા આધેડને માર માર્યો હતો
ઘટના વિગતો મુજબ, ઉત્તરાયણના દિવસે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં યુવતીઓ સામે રોમિયોગિરી કરનારા લંપટોને અટકાવતા આધેડ પર હુમલો કર્યો હતો. જેને લઈને પરિવારજનો ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. એવામાં ત્યાં પહોંચેલા પી.આઈએ મહિલાઓ સહિતના પરિવારજનોને ગાળો ભાંડી હતી અને છુટા ડંડા મારીને ત્યાંથી ભગાડી દીધા હતા. આટલું જ નહીં પત્રકારો સાથે પણ ગેરવર્તણૂક કરી અને તેમને પણ ત્યાંથી જતા રહેવા કહી દીધું.
ADVERTISEMENT
ફરિયાદ નોંધાવવા જતા PIએ ગાળો આપી ભગાડ્યા
આ વિશે પીડિત મહિલાએ જણાવ્યું કે, અમે ખાલી બેઠા હતા અને સાહેબ આવ્યો તો સીધા ગાળો આપીને કહ્યું, નીકળો તમારા બાપના બગીચામાં બેઠા છો. FIRની ઝેરોક્ષ માગી તો ડંડા છૂટા માર્યા અને અમારા ઘરવાળાને અંદર બેસાડી દીધો. અમે છોકરીની છેડતી કરી હતી એના માટે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. હાલમાં તો પરિવારે આ દબંગ PI સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.
ADVERTISEMENT