એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ દારૂની હેરાફેરી પકડાઈ, ન્યૂયર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અધીરા થયા
શાર્દુલ ગજ્જર/દાહોદ: ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે જ નર્મદામાં મરઘી લઈ જતા ટેમ્પોમાં ચોરખાનામાંથી…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/દાહોદ: ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે જ નર્મદામાં મરઘી લઈ જતા ટેમ્પોમાં ચોરખાનામાંથી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો.ત્યારે હવે દાહોદમાં એમ્બ્યૂલન્સમાં દારૂની હેરા ફેરી થતી હોવાનો મામલો સામે આવ્યો છે.
એમ્બ્યુલન્સની તપાસ કરતા અંદરે દર્દી નહીં દારૂના બોક્સ મળ્યા
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે. ત્યારે બંને રાજ્યોમાંથી બૂટલેગરો અવનવા કિમિયા અપનાવી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. લીમડી પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ઝાલોદના સુથારવાસ ખાતેથી બાતમીના આધારે એક ખાનગી એમ્બ્યુલન્સને અટકાવીને અંદર તપાસ કરી હતી. જેમાં 59 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે એમ્બ્યુલન્સ સહિત 7 લાખ 59 હજાર ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી એકની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગઈકાલે મરઘાની ગાડીમાં ચોરખાનામાં દારૂ મળ્યો
ગઈકાલે નર્મદા જિલ્લાના ચોરવાણા ગામ ખાતે એક ટેમ્પોનાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આની સાથે છોટાઉદેપુર LCBએ એક ઈસમની પણ ધરપકડ કરી લીધી હતી. જેમાં સૌથી ચોંકાવનારી વાત તો દારૂની હેરાફેરી કરવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. જેને જોઈને બે ઘડી તો સર્ચ ટીમ પણ માથુ ખંચવાળતી રહી ગઈ હતી. આ ઈસમ ચોરવાણા ગામમાંથી મરઘી લઈ જતા ટેમ્પોમાં ચોર ખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. જોકે LCBએ તેને ઝડપી પાડ્યો અને 87 હજારના મુદ્દામાલને પણ પકડી લીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT