BREAKING: PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન. મહેતા હોસ્પિટલે સ્વાસ્થ્ય મુદ્દે આપ્યું અુપડેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાજુક હોવાની માહિતી મળી રહી છે. છાતીમાં કફ ભરાઈ જતા થયેલી સમસ્યાના કારણે હીરાબાને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હીરાબાના દાખલ કરાયાના સમાચાર મળતા જ  કે. કૈલાશનાથન તથા ભાજપના ધારાસભ્યો દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન પણ ત્યાં પહોંચ્યા હતા.

હાલમાં હીરાબાની તબિયત સુધારા પર
આ મુદ્દે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા ઓફિશિયલ જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવાયું છે કે, હોસ્પિટલમાં એડમિટ PM મોદીના માતા હીરાબાને એડમિટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સુધારા પર છે. બીજી તરફ PM મોદી પણ દિલ્હીથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને ગમે ત્યારે હીરાબાના ખબર અંતર પૂછવા માટે આવી શકે છે.

ADVERTISEMENT

CM હોસ્પિટલ જવા રવાના થયા
બીજી તરફ મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન મહેતા હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. તેઓ પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે, ત્યારે PMના આગમન પહેલા યુ.એન મહેતા હોસ્પિટલ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT