ચીનમાં કોરોનાથી હાહાકાર, ભારતની સ્થિતિને લઈને આજે PM Modiની હાઈ લેવલની બેઠક યોજાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોરોનાએ ફરી એકવાર ડરાવવાનું શરૂ કરી દીધું છે. ચીનથી લઈને જાપાન અને અમેરિકા સુધી કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેને લઈને હવે ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ ગઈકાલે કરી હતી બેઠક
આ પહેલા બુધવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં હાલમાં વધારો નથી થઈ રહ્યો, પરંતુ વેરિએન્ટની ઓળખ માટે સર્વેલન્સ અને ટ્રેકિંગ જરૂરી છે. નીતિ આયોગના સદસ્ય ડો. વી.કે પોલે મીટિંગમાં જણાવ્યું હતું કે, 27-28 ટકા લોકોએ જ કોરોનાના બૂસ્ટર ડોઝ લીધા છે. તેમણે કહ્યું કે, ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરીને રાખવું જોઈએ, ખાસ કરીને વૃદ્ધોએ જેથી કરીને સંક્રમણથી બચી શકાય.

ચીનમાં કોરોનાનો હાહાકાર
ચીનમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ચીનમાં વધી રહેલા કોરોના કેસોએ ભારતને પણ ચિંતામાં મૂકી દીધું છે. ચીનમાં કોરોનાને વિસ્ફોટક સ્વરૂપ આપનાર BF.7 વેરિઅન્ટને લઈને પણ ચિંતા છે. તે વેરિઅન્ટના પાંચ કેસ ભારતમાં પણ સામે આવ્યા છે. જેમાં ત્રણ કેસ ગુજરાતના છે જ્યારે બે કેસ ઓડિશામાંથી પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, શું ભારતે પણ આ પ્રકારથી ડરવાની જરૂર છે? શું ચીનની જેમ ભારતમાં પણ કોરોનાની નવી લહેર આવવાની છે? શું ભારતમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવી શકે છે? આ તમામ સવાલો પર Aaj Tak એ AIMMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા સાથે વાત કરી છે.

ADVERTISEMENT

BF.7 વેરિઅન્ટ કેટલું જોખમી છે?
ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે BF.7 એ ઓમિક્રોનનું સબવેરિયન્ટ છે. મોટી વાત એ છે કે આ વેરિઅન્ટમાં રોગપ્રતિકારક શક્તિને ચકમો આપવાની શક્તિ છે. આ કારણોસર, જો કોઈને પહેલા પણ કોરોના થયો હોય, તો તે ફરીથી આ પ્રકારના કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. રસી લીધા પછી પણ વ્યક્તિ આ પ્રકારનો શિકાર બની શકે છે, પરંતુ કેસની ગંભીરતા ઓછી હશે.

    follow whatsapp

    ADVERTISEMENT