PM મોદી આજે મહાદેવની શરણે, દર્શન કર્યા પછી ચૂંટણી પ્રચાર આગળ વધારશે
અમદાવાદઃ ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. તેઓ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથમાં દર્શન કર્યા પછી પ્રચારના દોરને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે વલસાડમાં નરેન્દ્ર મોદીએ કોઈપણ પક્ષનું નામ લીધા વિના કહ્યું હતું કે ગુજરાતીઓને બદનામ કરતી ટોળકી સક્રિય થઈ ચૂકી છે. આપણે બધાએ ચેતીને રહેવું પડશે.
વડાપ્રધાન મોદીનું 20 નવેમ્બરનું શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે 20 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરમાં પ્રભુના દર્શન કરીને આજની દિવસના ચૂંટણીપ્રચારની શરૂઆત કરશે. તેઓ અહીં દર્શન કર્યા પછી સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધશે તથા 12.45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારમાં ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી અમરેલી અને બોટાદમાં પણ સંબોધન આપશે.
પહેલીવાર મતદાન કરનારા મતદારોને નરેન્દ્ર મોદીએ શું કહ્યું
તેમણે કહ્યું કે, તમે મતનો અધિકાર મેળવ્યો છે તેટલું જ નહીં, તમે ગુજરાતના નીતિ નિર્ધારક બન્યા છો. આ જુવાનીયાઓના 25 વર્ષ મહત્વના છે તેમ ભારતના 25 વર્ષ પણ એટલા જ જરૂરી છે. નવા મતદારોને મારે કહેવું છે કે તમે એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ભારત કેવું જોઈએ છે, તમારી કરિયર ગગનચૂંબી હોય, તમારે જોઈએ તેવો અવસર, તેવું જીવન, તેનો ફાયદો ઉઠાવો. પહેલી વખતના મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો સંદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT