PM મોદીના વિઝનને ગુજરાત સરકારનો સાથ મળ્યો, ઈવાહનોના પ્રોત્સાહન માટે નવી પહેલ શરૂ કરી
વડોદરાઃ ઈલેક્ટ્રિક વાહનો મુદ્દે વડાપ્રધાન મોદી ખાસ પહેલ કરી રહ્યા છે. તેમણે સુરતમાં પણ વાયુ પ્રદુષણ અટકાવવા અને ઈલેક્ટ્રિક વાહનોની માગને ભવિષ્યમાં વધવાની સંભાવનાએ ચાર્જિંગ…
ADVERTISEMENT
વડોદરાઃ ઈલેક્ટ્રિક વાહનો મુદ્દે વડાપ્રધાન મોદી ખાસ પહેલ કરી રહ્યા છે. તેમણે સુરતમાં પણ વાયુ પ્રદુષણ અટકાવવા અને ઈલેક્ટ્રિક વાહનોની માગને ભવિષ્યમાં વધવાની સંભાવનાએ ચાર્જિંગ સ્ટેશન સહિતની સુવિધાલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. હવે વડોદરામાં પણ વડાપ્રધાન મોદીના વિઝનને આગળ વધારી ગુજરાત સરકારે આ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં 37 સ્થળે ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપવા મંજૂરી આપી દેવામાં આવી છે. ચલો જાણીએ વિગતવાર…
દર 20-20 kmના અંતરે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પણ વાયુ પ્રદુષણ સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખી હવે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા તજવીજ શરૂ કરી દીધી છે. તેવામાં અહેવાલો પ્રમાણે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાંથી 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન રહેશે તથા 10 સ્લો સ્ટેશન રહેશે. આ તમામ ચાર્જિંગ સ્ટેશન 20-20 કિલોમીટરના અંતરે રાખવામાં આવે તેવું આયોજન કરાયું છે. તેવામાં લગભગ 3 મહિનાની અંદર ચાર્જિંગ સ્ટેશન શરૂ થાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ઉર્જા મંત્રાલયે પણ પહેલ વિશે ઝડપ કરવા સૂચવ્યું
ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે એના માટે અહેવાલો પ્રમાણે જોવા જઈએ તો ઉર્જા મંત્રાલયે પણ કેન્દ્ર સરકાર સાથે ખાસ ચર્ચા કરી છે. તેમના મત મુજબ ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા નક્કી કર્યું છે.
પેટ્રોલ-ડિઝલ અને CNGના વધતા જતા ભાવના પરિણામે હવે ઈલેક્ટ્રિક વાહનોની માગ ભવિષ્યમાં વધી શકે છે. PM મોદીએ સુરતની મુલાકાત લીધી હતી ત્યારે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ સમયે વડાપ્રધાને તેમના સંબોધનમાં સુરત શહેરને આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખાશે એવી જાહેરાત કરી હતી. તેવામાં હવે સુરત પણ આ દિશાએ આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા અંગે પહેલ…
થોડા સમય પહેલા સુરત મહાનગર પાલિકાએ ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી પોલિસી જાહેર કરી હતી. આ દરમિાયન વાહનની ખરીદી કરનારાથી લઈને પાર્કિંગની સુવિધાઓ સુધી રાહત આપવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેની પોલિસી બહાર આવ્યા પછી સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT