ભરુચમાં PM મોદીએ ફરી ઉઠાવ્યો અર્બન નક્સલવાદનો મુદ્દો, યુવાઓને એલર્ટ કરવા શું અપીલ કરી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચ: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરુચ ખાતે તેઓ રૂ. 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી હતી. જેમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક તથા 4 ટ્રાઈબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ધાટન, અંકલેશ્વર એરપોર્ટ ફેઝ-1નું ઉદ્ધાટન, IOCL દહેજ-કોયલી પાઈપલાઈનનું ઉદ્ધાટન, ભરૂચમાં ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં તેમણે જનસભાને પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે અર્બન નક્સલવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને પાઠવી શ્રદ્ધાંજલિ
PM મોદીએ કહ્યું, આજે સવારે હું અહીં આવી રહ્યો હતો એક દુઃખ ખબર મળી. આજે મુલાયમસિંહ યાદવજીનું નિધન થઈ ગયું. મુલાયમ સિંહ યાદવજીનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. મુલાયમસિંહજીની સાથે મારો સંબંધ ખાસ રહ્યો છે. જ્યારે અમે બંને મુખ્યમંત્રી તરીકે મળતા હતા તે પણ અને હું પણ બંને પ્રત્યે પોતાનાપણાનો ભાવ અનુભવતા હતા. 2014માં ભાજપે ચૂંટણી માટે મને પ્રધાનમંત્રી પદ માટે આશીર્વાદ આપ્યા હતા. રાજનીતિ વિરોધી વાત વચ્ચે પણ 2019માં પાર્લામેન્ટના અંતિમ સત્રમાં સંસદની અંદર મુલાયમસિંહજી જેવા વરિષ્ઠ નેતાએ ઊભા થઈને તેમણે કહ્યું હતું કે, મોદીજી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને પાક્કો વિશ્વાસ છે કે 2019માં ફરી ચૂંટાઈને દેશના પ્રધાનમંત્રી બનશે. કેટલું મોટું દિલ હશે કે મને તેમના આશીર્વાદ મળતા રહ્યા. હું આજે તેમને ગુજરાતની આ ધરતથી નર્મદાના તટથી આદરપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. ભગવાન તેમના પરિવાર, સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ભરૂચની ખારી સિંહ પર શું બોલ્યા PM?
ભરુચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરુચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે મારું ભરુચ ઉદ્યોગ, વેપાર, બંદરો કેટકેટલી બાબતોમાં તેનો જૈજૈકાર થઈ રહ્યો છે. આજે મમારા આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં જે શિલાન્યાસ અને લોકાર્પણના કામ થઈ રહ્યા છે. જૂની સરકારમાં ગુજરાતનું કુલ બજેટ હતું એના કરતા વધારે મેં એક પ્રવાસમાં લોકાર્પણ-શિલાન્યાસના કાર્યક્રમો કરી દીધા છે. આજે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું.

અંકલેશ્વરમાં બનશે નવું એરપોર્ટ
PM બોલ્યા, પહેલો બલ્ડ ડ્રગ પાર્ક ગુજરાતને મળ્યો છે. તે પણ મારા ભરૂચને મળ્યો છે. પહેલા કોઈ અમારી વાતો સાંભળતા નહોતા. જે રીતે ભરુચનો ઔદ્યોગિક વિકાસ થતો હતો. અંકલેશ્વરમાં નવું એરપોર્ટ બનાવવાનું આજે શિલાન્યાસ થઈ રહ્યું છે. ઉદ્યોગોના હિસાબથી જોઈએ તો ભરુચ એવો જિલ્લો છે જ્યાં દેશના નાના રાજ્યોની તુલાનામાં વધુ ઉદ્યોગ છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધારે ઉદ્યોગો એકલા આપણા ભરુચ જિલ્લામાં છે. બે દાયકા પહેલાના દિવસો યાદ કરો. ગુજરાતની વેપારીઓ તરીકેની ઓળખ હતી. એક જગ્યાએથી માલ લઈએ બીજી જગ્યાએ વેચીએ અને વચ્ચેથી થોડી દલાલી મળે.

ADVERTISEMENT

ગુજરાતના યુવાનો માટે સ્વર્ણિમકાળની શરૂઆત
આદિવાસી-માછીમારી ભાઈઓ બહેનોના કેવા હાલ હતા. કેવી સ્થિતિમાં જીવતા હતા આજના 20-22 વર્ષના જુવાનીયાને ખબર પણ નહીં હોય કે અહીં જીવવા માટે કેવા વલખા મારવા પડતા હતા. ગુજરાતમાં એક જમાનામાં આવી સ્થિતિ હતી. કાળી મજૂરી કરી આપણે અહીં પહોંચ્યા છીએ. બધુ તૈયાર થઈને બેઠું છે એટલે આપણે હવે ઊંચો કુદકો મારીશું. ગુજરાતના જુવાનીયાઓ માટે આ સ્વર્ણિમકાળની શરૂઆત થઈ છે. આ મોકો જવા નથી દેવાનો. વિકાસ કરવા બરાબરનું વાતારવણ જોઈએ. સાનુકૂળ, પ્રોત્સાહકવાળું વાતાવરણ જોઈએ. તેમાં કાયદો વ્યવસ્થા, સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિ અને નિયત પણ જોઈએ.

ભૂતકાળમાં વડીલોને ગરબા કરવામાં પણ તકલીફ પડતી
PM બોલ્યા, ભરૂચમાં સાંજે નીકળવાના ફાં ફાં પડતા હતા. ક્યારે કોનું અપહરણ થાય, ક્યારે કોને ઘર ખાલી કરાવવાની ધમકી મળે. આજે સુખ શાંતિથી જીવતા થયા. તેનો લાભ બધાને મળ્યો. એક જમાનો હતો, આરોગ્યની સુવિધા નહોતું, હોસ્પિટલ જવું હોય તો વડોદરા, સુરત જવું પડે. નર્મદાના તટે રહીએ છતાં આપણે પાણી માટે વલખા મારવા પડતા. ભરુચમાં પીવાના પાણીની સમસ્યા હતા. ભરુચમાં ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં તેમને સંકોચ થતો હતો. 20 વર્ષ પહેલાની આ વાત છે. 20-25 વર્ષના જવાનીયાને ખબર ન હોય તે સ્વભાવિક છે. આજે ગુજરાતના બાળકોને કર્ફ્યૂ શબ્દની ખબર નથી. આજે સમગ્ર ગુજરાતમાં મોડી રાત્રે પણ આપણી માતા-બહેન સન્માન પૂર્વક જીવવાનું જાણે છે અને શીખવે છે. આજે માતા-બહેનો છે તેમને ખબર નહીં હોય તમારા વડીલોને ભૂતકાળમાં ગરબા કરવામાં પણ કેટલી તકલીફ પડતી હતી. હું ગુજરાતથી દિલ્હી ગયો ત્યારે આપણો દેશ અર્થવ્યવસ્થામાં 10માં નંબરે હતો. આજે દેશ 5માં નંબરે પહોંચ્યો છે. જેમાં આપણા પર 250 વર્ષ રાજ કરનારા દેશોને પણ પાછળ છોડી દીધા.

અર્બન નક્સલવાદ પર શું બોલ્યા?
નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ પહેલા સરદાર પટેલ ડેમને રોકવા ભરપૂર પ્રયાસ કર્યો. અર્બન નક્સલ હવે નવા રંગરૂપ સાથે પ્રવેશવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વાઘા બદલ્યા છે. ઉત્સાહ-ઉમંગવાળા યુવાનીયાઓને ભોળવી રહ્યા છે. બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્ર-તેલંગાણામાં નક્સલવાદ શરૂ થયો. અમારા આદીવાસી જવાનોની જિંદગી નક્સલવાદે બરબાદ કરી નાખી. તેમના હાથમાં બંદૂક પકડાવી દીધી. મારે નક્સલવાદને ગુજરાતમાં પેસવા નથી દેવો. મારે તેમની જિંદગી બચાવવી છે. એટલા માટે ઉમરગામથી આદિવાસી પટ્ટામાં વિકાસનું બિડું ઉઠાવ્યું. મારા આદિવાસી ભાઈ-બહેનોએ મારી વાત માની. પરિણામે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘુસી ન શક્યો. આ માટે હું તેમનો આધાર માનું છું. હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલો ગુજરાતમાં પગપસારો કરી રહ્યા છે. પણ આપણે આપણા સંતાનોને એલર્ટ કરવાના છે.

 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT